વડાપ્રધાન નરેન્દ્રમોદીની લોકપ્રિયતા દિવસેને દિવસે વધી રહી છે, દેશમાં તો લોકો વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ખાસ પસંદ કરે જ છે, પરંતુ વિદેશમાં પણ વડાપ્રધાનની લોકપ્રિયતા વધી રહી છે. હાલમાં જ કરવામાં આવેલા એક સર્વેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તમામ નેતાઓને પાછળ છોડી દીધા છે અને નંબર વનની પોઝીશન હાશીલ કરી લીધી છે.
હાલમાં જ એપ્રુવલ રેટિંગ એજન્સીના સર્વેમાં આ વાત સામે આવી છે કે પીએમ મોદીએ વિશ્વના ઘણા નેતાઓને પાછળ છોડી દીધા છે. તેમણે યુએસ પ્રમુખ જો બાઈડેન, યુકેના પીએમ બોરિસ જોનસનને પણ પાછળ છોડી દીધા છે. મોર્નિંગ કન્સલ્ટના આ સર્વેમાં પીએમ મોદીની એપ્રુવલ રેટિંગ સૌથી વધુ 70% છે. સર્વેમાં મેક્સિકોના રાષ્ટ્રપતિ લોપેઝ ઓબ્રાડોર (66%) બીજા અને ઈટાલીના પીએમ મારિયો દ્રાગી (58%) ત્રીજા નંબરે છે. જર્મન ચાન્સેલર એન્જેલા મર્કેલ (54%) યુએસ પ્રમુખ જો બાઈડેન (44%) છઠ્ઠા સ્થાને છે. મોર્નિંગ કન્સલ્ટ દ્વારા દરેક દેશના પુખ્ત વયના લોકો સાથેના ઇન્ટરવ્યુના આધારે રેટિંગ નક્કી કરવામાં આવે છે.
આ આંકડો તૈયાર કરવા માટે મોર્નિંગ કન્સલ્ટે ભારતમાં 2,126 લોકોના ઓનલાઈન ઈન્ટરવ્યૂ લીધા હતા. યુએસ ડેટા ઇન્ટેલિજન્સ ફર્મ મોર્નિંગ કન્સલ્ટે ઑસ્ટ્રેલિયા, બ્રાઝિલ, કેનેડા, ફ્રાન્સ, જર્મની, ભારત, ઇટાલી, જાપાન, મેક્સિકો, દક્ષિણ કોરિયા, સ્પેન, યુનાઇટેડ કિંગડમ અને યુનાઇટેડ સ્ટેટ્સમાં ટોચના નેતાઓ માટે એપ્રુવલ રેટિંગ્સને ટ્રેક કર્યા છે.