રાજ્યમાં ડિસેમ્બર મહિનામાં પંચાયત રાજની ચૂંટણીની જાહેરાત કરવામાં આવી છે અને ત્યારબાદ વર્ષ 2022ના ડિસેમ્બરની આસપાસ વિધાનસભાની ચૂંટણી આવી શકે છે, ત્યારે ચૂંટણાં ભાજપ અને કોંગ્રેસ પોતાની જીત માટે અત્યારથી જ પ્રચાર અને પ્રસારમાં લાગી ગઇ છે. ચૂંટણી પ્રચારમાં રાજકીય પક્ષો મોટા મોટા નેતાઓ અને સ્વાતંત્ર્ય સેનાનીઓના નામ વટાવીને લોકોના મત મેળવતા હોય છે. પંરતુ જીત મળ્યાબાદ ચૂંટણીમાં કરવામાં આવેલા વાયદાઓ યાદસુદ્ધાં નથી રાખતા, આવો જ એક કિસ્સો સાબરકાંઠાના તલોદ તાલુકામાં સામે આવ્યો છે.
તલોદ શહેરમાં આવેલા ટાવર રોડ પર એક સુભાષચંદ્ર બોઝનું સ્ટેચ્યું મોટા ઉપાડ લગાવવામાં છે, પરંતુ સત્તાધિશોને એ જ ખબર નથી સ્ટેચ્યુને ચશ્મા પહેરાવ્યા છે કે નહીં, ત્રણ દિવસથી વધારેનો સમય થઇ ગયો છે છતાં સત્તાધીશોને ખ્યાલ જ નથી કે સ્ટેચ્યુના ચહેરા પર ચશ્મા હતા કે કોઇ ટીખળ ખોરે તેને ચોરી લીધા છે. ત્યારે સત્તાધીશોની આ ઘોરબેદરકાનીના કારણે સ્થાનિકોમાં હસીનું પાત્ર બનવાનો વારો આવ્યો છે, તો સુત્રોના જણાવ્યા અનુસાર સત્તાધીશો આ ચશ્મા શોધવા માટે ટીમ પણ તૈયાર કરી છે. ત્યારે હવે જોવાનું એ છે કે ચશ્મા ચોરાઇ ગયા છે કે તંત્રની લાલીયાવાડીના લીધી સ્ટેચ્યુ પર ચશ્મા લગાવવાનું જ ભુલાઇ ગયું છે.