કોરોનાની મહામારીબાદ OTT પ્લેટફોર્મ પર ફિલ્મો અને વેબ સીરીઝ રિલીઝ થઇ રહી છે, ત્યારે ઇન્ટરટેઇન માટે લોકો OTT પ્લેટફોર્મ માટે સબસ્ક્રિપ્શન લેતા હોય છે. ત્યારે ગ્રાહકો માટે સૌથી મોટા ખૂશીના સમાચાર આવી ગયા છે હવે નેટફ્લિક્સે ભારતમાં તેના પ્લાનમાં મોટો ઘટાડો કર્યો છે.
ઉલ્લેખનીય છે કે એમેઝોન પ્રાઇમ મેમ્બરશિપ લેવી આજથી મોંઘી થઈ ગઈ છે, પરંતુ નેટફ્લિક્સે તેના ગ્રાહકોને મોટી ભેટ આપી છે. નેટફ્લિક્સે ભારતમાં તેના પ્લાન સસ્તા કર્યા છે. હવે તેની કિંમત 149 રૂપિયા પ્રતિ મહિનાથી શરૂ થાય છે. પહેલાં આ મોબાઈલ પ્લાનની કિંમત 199 રૂપિયા હતી. Netflix એ દેશમાં વધુ ગ્રાહકો ઉમેરવા માટે આ પગલું ભર્યું છે.
નેટફ્લિક્સનો બેઝિક પ્લાન, જેની કિંમત અગાઉ રૂ. 499 પ્રતિ મહિને હતી, તેની કિંમતમાં જબરદસ્ત ઘટાડો કર્યો છે. હવે તેની કિંમત ઘટાડીને રૂ.199 કરી દેવામાં આવી છે. એટલે કે બેઝિક પ્લાન માટે હવે સબસ્ક્રાઈબરે 499 રૂપિયાની જગ્યાએ માત્ર 199 રૂપિયા ખર્ચવા પડશે. નેટફ્લિક્સનો સ્ટાન્ડર્ડ પ્લાન પણ ઘટાડી દેવામાં આવ્યો છે. તેની કિંમત હવે 499 રૂપિયા થઈ ગઈ છે. પહેલા આ માટે 649 રૂપિયા ખર્ચવા પડતા હતા. Netflix ના સૌથી મોંઘા પ્રીમિયમ પ્લાનની કિંમત હવે 649 રૂપિયા થઈ ગઈ છે. આ પ્લાન માટે પહેલાં તમારે દર મહિને 799 રૂપિયા ખર્ચવા પડતા હતા.
Netflix 199 નો પ્લાન શુ છે, જાણો તમને 199 માં શું શું મળશે?