છેલ્લાં એક અઠવાડિયાથી ઠંડી(Cold)પોતાનો મિજાઝ એવી રીતે દેખાડી રહી છે. કડકડતી ઠંડીમાં ઘણા એવા લોકો હોય છે. જેઓ વૂલન કપડા પહેરીને સૂઈ જાય છે. આ સિવાય ઘણા લોકો ઠંડા શિયાળામાં પોતાને ગરમ રાખવા માટે ગરમ કપડાના લેયર પહેરે છે. તેનાથી શરદીમાં રાહત મળે છે, પરંતુ ગરમ ઊંઘ લેવાની આ રીત સ્વાસ્થ્ય માટે જોખમી કારણ નિવડી શકે છે. સ્વેટર(Swater Sleeping) અથવા વૂલન કપડાં પહેરીને સૂવાથી તમારા શરીર પર ઘણી આડઅસરો થઈ શકે છે.
ફોલ્લીઓ અથવા રેશિસ થવાની સંભાવના
રાત્રે સ્વેટર પહેરીને સૂવાથી શરીરમાં ચકામાની બાજી જવાની સમસ્યા થઈ શકે છે. સ્વેટર અતિશય ખૂબ સૂકું હોય છે. જેનાથી ત્વચાને નુકસાન પહોંચાડીને આપણા શરીરમાં ખંજવાળ ઉભી કરે છે. આપણે વધુ પડતું ખજવાળી લેવાથી શરીર પર ચકમા બાજી જાય છે.
ગરમ કપડાં પહેરીને સુવાથી BP વધી શકે છે
રાત્રે ગરમ કપડાં પહેરીને સુઈ જવાથી શરીરનું બ્લડપ્રેશર પણ વધવાની સંભાવનાઓ રહેલી છે. સુતા સમયે શરીરને ગરમ ધાબળાઓથી ઢાંકો છો. જેના કારણે શરીરની ગરમી બહાર નીકળી શકતી નથી. શરીરની ગરમી બહાર ન નિકળી શકવાના કારણે ઘણી વખત બ્લડપ્રેશર અને ડાયાબિટીસના દર્દીઓમાં ચક્કર આવવા, નર્વસનેસ જેવી સમસ્યાઓ થાય છે.
શ્વાસ લેવામાં સર્જાઈ શકે છે સમસ્યા
રાત્રે સ્વેટર પહેરીને સૂઈ જાઓ છો તો ગૂંગળામણનો અનુભવ થઈ શકે છે, ગરમ કપડાં ઓક્સિજનને અવરોધે છે. જે તમને નર્વસ અનુભવી શકે છે, જો તમને શ્વાસની તકલીફ હોય તો તમારે ખાસ કાળજી લેવાની જરૂર છે.
હૃદયરોગના દર્દીઓ માટે ખૂબ જ ખતરનાક
હાર્ટ પેશન્ટ માટે તો રાત્રે સ્વેટર પહેરીને સૂવાનું ખુબ જ ખતરા સમાન મનાય છે. ગરમ કપડાંના કારણે શરીરના બારીક છિદ્રોમાંછી શરીરની ગરમી બહાર આવવાની બંધ થઈ જાય છે અને તે હૃદયના દર્દીઓ માટે જોખમ રૂપ સાબિત થઈ શકે છે.