હાલમાં વોટ્સએપ તમામના જીવનનો અભિન્ન અંગ બની ગયું છે, ત્યારે કંપની પણ લોકોને વોટ્સએપમાં વધુને વધુ સુવિધાઓ મળે તેવા પ્રયત્નો સતત કરતું રહે છે. હાલમાં જ વોટ્સએપ એક નવું ફીચર્સ લોન્ચ કરવા જઇ રહ્યું છે, જેમાં ગુગલની જેમ યુઝર્સ રેસ્ટોરાં અને ગ્રોસરીની દુકાનોને સર્ચ કરીને માહિતી મેળવી શકશે.
વોટ્સએપ બિઝનેસ (WhatsApp Business)ના એકાઉન્ટ યુઝર્સ માટે પણ સમયાંતરે નવા ફીચર્સ લોન્ચ કરતું રહે છે. તાજેતરમાં, કંપનીએ (WhatsApp Business) ના યુઝર્સ માટે આવું જ એક અદ્ભૂત ફીચર બહાર લોન્ચ કર્યું છે. કંપનીનું આ ફીચર ગૂગલ સર્ચની જેમ કામ કરશે અને તમને તમારી આસપાસની રેસ્ટોરાં અને ગ્રોસરી સ્ટોર્સ વિશે જણાવશે. આ સુવિધા ઘણી રીતે ઉપયોગી થઈ શકે છે. તો આવો જાણીએ આ ફીચર્સ કામ કેવી રીતે કરે છે.
એક રિપોર્ટ અનુસાર, મેટાની માલિકીની કંપની વોટ્સએપે હાલમાં જ બિઝનેસ ડિરેક્ટરી નામનું ફીચર લોન્ચ કર્યું છે. આ ફીચર હેઠળ બિઝનેસ એકાઉન્ટ યુઝર્સ એપ પર લોકલ રેસ્ટોરન્ટ અને ગ્રોસરી સ્ટોરને ટ્રેક કરી શકશે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે આ ફીચર સૌથી પહેલા બ્રાઝિલમાં બહાર પાડવામાં આવ્યું હતું. ત્યાં તેની સફળતા પછી, તે હવે દરેક જગ્યાએ રિલીઝ કરવામાં આવી શકે છે.
બિઝનેસ ડિરેક્ટરી નામના આ ફીચરમાં તમે સરળતાથી લોકલ બિઝનેસ સર્ચ કરી શકો છો. આ ફીચર એન્ડ્રોઇડ અને iOS બંને પ્લેટફોર્મ માટે લોન્ચ કરવામાં આવ્યું છે. એટલે કે બંને પ્લેટફોર્મના યુઝર્સ તેનો લાભ લઈ શકે છે. જોકે, આ માટે તમારે તમારી હાલની એપ અપડેટ કરવી પડશે. તમે એપને અપડેટ કર્યા પછી જ આ નવી સુવિધાનો લાભ લઈ શકો છો.