સમગ્ર વિશ્વમાં ઓમિક્રોન ઝડપથી વધી રહ્યો છે. આ વેરિયન્ટની ઝપેટમાં આવેલા દર્દીઓમાં ઘણા પ્રકારનાં લક્ષણો જોવા મળ્યાં છે. ડૉક્ટરોના જણાવ્યા અનુસાર, કોરોનાનાં મુખ્ય લક્ષણો સિવાય એવાં પણ કેટલાંક લક્ષણો છે, જે દેખાય તો તરત કોવિડ ટેસ્ટ કરાવી લેવો જોઈએ. અમેરિકાની સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શન (CDC)એ તાજેતરમાં ચેતવણી આપી છે કે ચામડી, નખ, અને હોઠના રંગમાં ફેરફાર એ ઓમિક્રોનનાં લક્ષણો છે. હેલ્થ એજન્સીના જણાવ્યા અનુસાર, આવું થવા પર કોરોનાની તપાસ તરત કરાવવી જોઈએ.
CDCના અનુસાર, ત્વચા, હોઠ અને નખના રંગમાં ફેરફાર એ ઓમિક્રોનનાં લક્ષણો છે.ઓમિક્રોનથી સંક્રમિત વ્યક્તિઓમાં ઘણા પ્રકારનાં લક્ષણો જોવા મળી રહ્યાં છે. વાઈરસનું એક નવું લક્ષણ છે ત્વચા, નખ, હોઠનો રંગ બદલાઈ જવો. CDCએ ચેતવણી આપી છે કે ત્વચા, નખ અને હોઠનો રંગ પીળો, ગ્રે, અથવા વાદળી થઈ જાય તો લોહીમાં ઓક્સિજનનો અભાવ દર્શાવે છે, કેમ કે કોરોના થવા પર લોહીમાં ઓક્સિજનની ઊણપ સર્જાઈ છે, આવી સ્થિતિમાં આ લક્ષણ દેખાય તો તરત તપાસ કરાવવી જરૂરી છે.આ સાથે શ્વાસ લેવામાં તકલીફ, શરીરમાં દુખાવો, છાતી ભારે થવી, કન્ફ્યુઝન અને સતત ઊંઘ આવવી પણ ઓમિક્રોનનાં લક્ષણો હોઈ શકે છે.
તે સિવાય શરદી, ઉધરસ, ગળામાં દુખાવો અને તાવ, શ્વાસ લેવામાં તકલીફ, સ્નાયુઓમાં દુખાવો, માથામાં દુખાવો, ગંધ અને સ્વાદ ન આવવો કોરોનાનાં મુખ્ય લક્ષણો છે.