નવા વર્ષને હવે થોડો સમય જ બાકી છે. તે બાદ 2021ને અલવિદા કરી દુનિયા જાન્યુઆરી, 2022માં પ્રવેશ કરી જશે. નવા વર્ષ પર લોકો પોત પોતાની રીતે નવા વર્ષની ઉજવણી કરે છે. ક્યારેક મગજમાં આ સવાલ છે કે અંતે જાન્યુઆરીમાં જ નવો વર્ષ કેમ મનાવવામાં આવે છે.
જે કેલેન્ડરને કારણે 1 જાન્યુઆરીથી નવો વર્ષ શરૂ થાય છે તેને ગ્રિગોરિયન કેલેન્ડર કહે છે. આ કેલેન્ડરની શરૂઆત 15 ઓક્ટોબર 1582માં થઇ હતી. કહેવામાં આવે છે કે ગ્રિગોરિયન કેલેન્ડર પહેલા 10 મહિના ધરાવતો રશિયન જૂલિયન કેલેન્ડર પ્રચલનમાં હતો અને આ કેલેન્ડરમાં ક્રિસમસની તારીખ એક દિવસમાં નહતી આવતી. માટે ક્રિસમસની તારીખ નક્કી કરવા માટે આ કેલેન્ડરને બનાવવામાં આવ્યુ હતુ.
એલૉયસિસ લિલિઅસે ગ્રિગોરિયન કેલેન્ડર શરૂ કર્યુ હતુ. આ કેલેન્ડરના હિસાબથી જાન્યુઆરી વર્ષનો પ્રથમ મહિનો છે અને વર્ષનો અંત ડિસેમ્બરમાં ક્રિસમસ પસાર થયા બાદ થાય છે. આ કેલેન્ડરમાં ક્રિસમસ દર વર્ષે 25 ડિસેમ્બરે નિશ્ચિત થઇ ગયો હતો.