T 20 વર્લ્ડકપ માં ભારત ની સતત બીજી હાર થઇ જતા હવે સેમી ફાઇનલમાં રમવું ભારત માટે એક સ્વપ્ન બની ગયું. તો બીજી બાજુ ન્યૂઝીલેન્ડએ પોતાની દાવેદારી વધુ મજબૂત કરી કાઢી છે. ભારત ની હાર વચ્ચે ન્યૂઝીલેન્ડના બોલર ઈશ સોઢી એ એક સિદ્ધિ પોતાના નામે કરી લીધી છે. પોતના 29 બર્થડે પર કોહલી ને બોલ્ટ ના હાથે કેચ કરવી ને પેવેલિયન ભેગો કર્યો એની સાથે કોહલી ને T20 સૌથી વધુ વાર આઉટ કરવાનો ખિતાબ સોઢી ના નામે થઇ ગયો છે.
કોહલી 17 બોલ માં ફક્ત 9 રન કરી આઉટ થયો હતો. ભારતીય મૂળ ના લેગ સ્પિનર સોઢી એ કોહલી ને સતત 3 વાર આઉટ કર્યો છે. એટલું જ નહીં T20 માં ભારત સામે સૌથી વધુ વિકેટ ઝડપી લેવાનો વિક્રમ પણ તેના નામે છે. સોઢી એ ભારત સામે 18 વિકેટ ખેરવી છે. આ જ લિસ્ટ માં બીજા નંબર એ 14 વિકેટ સાથે ચીમરા પણ છે. ત્રીજા નંબર પર 12 વિકેટ સાથે સેન્ટનર છે અને 4 નંબર એ 11 વિકેટ સાથે ટિમ સાઉથી છે.