બોલીવુડ અભિનેત્રી કેટરીના કૈફ અને વિક્કી કૌશલ લગ્ન બાદ ક્વોલિટી ટાઇમ સ્પેન્ડ કરી રહ્યાં છે. બંને સાથે લોહરી પર સાથે જોવા મળ્યા હતા. લગ્નને હજુ હમાણા એક મહિનો પુરો થયો છે ત્યાં બંને અત્યારે ઇન્દોર પહોંચ્યા છે.
વિક્કી કૌશલ આજકાલ ઇન્દોરમાં પોતાની આગામી ફિલ્મની શૂટિંગ કરી રહ્યો છે. બીજી તરફ કેટરીના હોટલમાં એકલી સમય પસાર કરી રહી છે. વિક્કીની ગેરહાજરીમાં કેટરીનાએ એક ફોટો ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કર્યો છે. ફોટો પોસ્ટ કરતાની ગણતરીની મિનિટોમાં વાઇરલ થયો છે.
ફક્ત શર્ટ જ પહેર્યો હતો
આ તસ્વીરમાં કેટરીનાએ ફક્ત લાલ કલરનો શર્ટ જ પહેર્યો છે. આ તસ્વીર હોટલના બેડરૂમની છે. કેટરીના કૈફએ લાઇટ મેકઅપ કર્યો છે અને વાળ પણ ખુલ્લા છે. કેટરીનાની આ સેલ્ફી ઇન્સ્ટા યુઝર્સને ઘણી પસંદ આવી રહી છે. કેટરીનાની સેલ્ફી પર યુઝર્સે કોમેન્ટોનો મારો ચલાવ્યો છે. નેહા ધૂપિયાએ પણ કેટરીનાની તસ્વીર પર ‘કેપ્શન કૂલ’ લખ્યું છે.
અમૃતા સિંહ પણ ઇન્દોર પહોંચી
વિક્કી કૌશલ અને સારા અલી ખાન લાંબા સમયથી ઈન્દોરમાં પોતાની અપકમિંગ ફિલ્મ માટે પહોંચ્યા છે. સારા અલી ખાનની માતા અમૃતા પણ દીકરીને મળવા ભોપાલ પહોંચી છે. બંનેએ શનિવારના રોજ સાથે સમય પસાર કર્યો હતો. આ ફિલ્મનું નામ હજી સુધી જાહેર કરવામાં આવ્યું નથી પરંતુ ફિલ્મની શૂટિંગની ઘણી તસ્વીરો સોશિયલ મીડિયા પર વાઇરલ થઇ છે.
રાજાશાહી ઠાટ જેવા યોજાયા હતા લગ્ન
કેટરિના કૈફ અને વિક્કી કૌશલના લગ્ન રાજસ્થાનમાં સિક્સ સેન્સ બરવારા ફોર્ટ હોટેલમાં રાજશાહી ઠાઠમાઠ સાથે લગ્ન થયા હતા. આ કિલ્લો સદીઓ જૂનો છે. કેટ-વિક્કીના લગ્ન સમારોહને સંપૂર્ણ રીતે ગોપનીય રાખવામાં આવ્યા હતા. હેરિટેજ હોટલ હોવાને કારણે આ ઘણા અમીર લોકોની પસંદ છે. આ હોટલ રાજસ્થાનની રાજધાની જયપુરથી 110 કિલોમીટર દૂર આવેલી છે. પહેલા આ હોટેલ બરવાડા કિલ્લો હતો, જે 14મી સદીમાં ચૌહાણો દ્વારા બનાવવામાં આવ્યો હતો, પરંતુ 1734માં રાજાવત વંશોએ કિલ્લો જીતી લીધો હતો. હવે રોયલ ફેમિલીના વંશજ પૃથ્વીરાજ સિંહે એસ્પાયર ગ્રુપ સાથે મળીને આ હોટેલ બનાવી છે.