ગાંધીનગરઃ રાજ્યમાં Covid-19ના સંક્રમણને ધ્યાને રાખતા રાજ્ય સરકાર દ્વારા 8 શહેરોમાં રાત્રિ કરર્ફ્યુ લંબાવાયો છે. 31 ડિસેમ્બર સુધી રાત્રે 1 થી 5 સુધી રાત્રી કરફ્યુ રહેશે.
રાજ્યના 8 શહેર અમદાવાદ, સુરત, રાજકોટ, વડોદરા, જૂનાગઢ, જામનગર, ભાવનગર અને ગાંધીનગરમાં રાત્રિ કરર્ફ્યુ (રાત્રે 1:00થી સવારના 5:00)વાગ્યા સુધીના સમય 31 ડિસેમ્બર સુધી લંબાવવામાં આવે છે.
રાજ્યમાં કોરોનાના છેલ્લા 24 કલાકમાં 51 નવા કેસ નોંધાયા છે જ્યારે 55 દર્દીને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. અમદાવાદમાં સૌથી વધુ 18 નવા કેસ નોંધાયા હતા. 2 શહેર અને 26 જિલ્લામાં કોરોનાનો એક પણ નવો કેસ નોંધાયો નથી. કોરોનાથી રાજ્યમાં એક પણ વ્યક્તિનું મોત થયુ નથી. રાજ્યમાં રિકવરી રેટ 98.71 ટકા રહ્યો છે. અમદાવાદ,રાજકોટ અને ગાંધીનગરમાં ઓમિક્રૉનના 1-1 કેસ નોંધાયા છે. આ સાથે રાજ્યમાં અત્યાર સુધી 12 ઓમિક્રૉનના કેસ નોંધાયા છે.