spot_img

ઓમિક્રૉનના કેસ વધતા ગુજરાત સહિત આ રાજ્યમાં નાઇટ કર્ફ્યૂ

ભારતમાં ઓમિક્રૉનના વધતા કેસ અને કોરોના વાયરસની ત્રીજી લહેરની આશંકાઓ વચ્ચે દિલ્હી, હરિયાણા, યુપી, મહારાષ્ટ્ર, તમિલનાડુ સહિત 12 રાજ્યોએ નવા વર્ષ અને ક્રિસમસની ઉજવણી પર પ્રતિબંધ મુક્યો છે. ક્રિસમસ અને ન્યૂયરને જોતા કેટલાક રાજ્યમા નાઇટ કરર્ફ્યૂની જાહેરાત કરવામાં આવી છે. યુપીમાં યોગી આદિત્યનાથ સરકારે ક્રિસમસની રાતથી નાઇટ કરર્ફ્યૂની જાહેરાત કરી છે.

ગુજરાતના 8 શહેરોમાં નાઇટ કરર્ફ્યૂ

ગુજરાતમાં પણ ઓમિક્રૉનના ખતરાને જોતા 8 શહેરોમાં નાઇટ કરર્ફ્યૂ લગાવી દીધુ છે, જે શનિવાર 25 ડિસેમ્બરની રાતથી લાગુ થશે. આ કરર્ફ્યૂ અમદાવાદ, વડોદરા, સૂરત, રાજકોટ, ભાવનગર, જામનગર, ગાંધીનગર અને જૂનાગઢમાં પ્રભાવી રહેશે.

મહારાષ્ટ્રમાં કલમ 144, નાઇટ કરર્ફ્યૂ

મહારાષ્ટ્ર, જ્યા ઓમિક્રૉનના સૌથી વધુ કેસ છે, ત્યા રાતના જમાવડા પર કડક વલણ અપનાવવામાં આવ્યુ છે. સાર્વજનિક સ્થળો પર કલમ 144 લગાવી દેવામાં આવી છે. જેની હેઠળ રાતના 9 વાગ્યાથી સવારના 6 વાગ્યા સુધી 5થી વધુ લોકો એક જગ્યાએ ભેગા નહી થઇ શકે. રાજ્યમાં જિમ અને થિયેટરને 50 ટકા ક્ષમતા સાથે જ સંચાલન કરવાનો આદેશ કર્યો છે. નવી ગાઇડલાઇન્સ અડધી રાતથી લાગુ થઇ ગઇ છે.

દિલ્હીમાં ઉજવણી પર પ્રતિબંધ

દિલ્હી સરકારે ક્રિસમસ અને નવા વર્ષની ઉજવણી સાથે જોડાયેલા કોઇ પણ આયોજનમાં લોકોના ભેગા થવા પર પ્રતિબંધ મુકી દીધો છે. DDMAએ કહ્યુ કે કોઇ પણ રીતના સામાજિક, સાંસ્કૃતિક આયોજન પર આગામી આદેશ સુધી રોક રહેશે. DDMAએ પોતાના આદેશમાં હોટલ, બાર, રેસ્ટોરન્ટમાં પણ 50 ટકા સીટિંગ કેપેસિટીની જ પરવાનગી છે. આ સાથે જ માર્કેટ ટ્રેડ એસોસિએશનને દુકાનો પર નો માસ્ક, નો એન્ટ્રીનું કડક પાલન કરવા કહેવામાં આવ્યુ છે.

UPમાં નાઇટ કરર્ફ્યૂ- નોઇડા-લખનઉંમાં કલમ 144

યુપીમાં નાઇટ કરર્ફ્યૂ લગાવવામાં આવી રહ્યુ છે, જે રાતના 11 વાગ્યાથી સવારના 5 વાગ્યા સુધી પ્રભાવી રહેશે. સરકારે 31 ડિસેમ્બર સુધી લખનઉં અને નોઇડામાં કલમ 144 લગાવી દીધી છે. આ સિવાય રાજ્યભરમાં લગ્ન સમારંભમાં મહેમાનોની સંખ્યા 200 સુધી સીમિત કરી દેવામાં આવી છે. સાથે જ આવા જ અન્ય સામાજિક આયોજનમાં સેનેટાઇઝર, માસ્ક જેવી વાતોનું કડકાઇથી પાલન કરવાના આદેશ આપવામાં આવ્યા છે. યુપીમાં આવતા વર્ષે વિધાનસભા ચૂંટણીને ટાળવાની ઇલાહાબાદ હાઇકોર્ટની ચૂંટણી પંચ સાથે અનુરોધ વચ્ચે આ કડકાઇ કરવામાં આવી છે.

જમ્મુ કાશ્મીરમાં પણ પ્રતિબંધ

જમ્મુ કાશ્મીરમાં તંત્રએ કોરોનાના વધતા કેસને જોતા રસ્તા પરથી કેન્દ્રશાસિત પ્રદેશમાં આવતા તમામ લોકોના રેપિડ એન્ટીજન ટેસ્ટ કરાવવાનો નિર્ણય કર્યો છે. આ ટેસ્ટ પંજાબથી જમ્મુ કાશ્મીર આવનારાઓને લખનપુરમાં કરવામાં આવશે. જ્યારે 33 ટકાને આરટીપીસીઆર ટેસ્ટમાંથી પસાર થવુ પડશે.

મધ્ય પ્રદેશે પણ ક્રિસમસ અને નવા વર્ષની ઉજવણી સહિત દરેક એવા આયોજન પર પ્રતિબંધ લગાવી દીધો છે, જ્યા ભીડ ભેગી થવાની આશંકા હોય. રાજ્ય સરકારે ઓમિક્રૉનના ખતરાને જોતા રાત્રે 11 વાગ્યાથી સવારના 5 વાગ્યા સુધી નાઇટ કરર્ફ્યૂની જાહેરાત કરી છે. જોકે, ઓમિક્રૉનનો કોઇ કેસ હજુ સુધી રાજ્યમાં મળ્યો નથી.

કર્ણાટકમાં પણ પ્રતિબંધ

કર્ણાટકમાં ક્રિસમસ, ન્યૂ યરને જોતા સાર્વજનિક રીતે ઉજવણી મનાવવા પર કેટલાક પ્રતિબંધ લગાવવામાં આવ્યા છે. આ પ્રતિબંધ 30 ડિસેમ્બરથી 2 જાન્યુઆરી સુધી લાગુ રહેશે. ખાસ કરીને બેંગલુરૂમાં મૉલ, પબ, બાર, ક્લબમાં વિશેષ ભીડ ભેગી કરવા પર રોક રહેશે. રેસ્ટોરન્ટ અને પબમાં 50 ટકા ક્ષમતામાં લોકો આવી શકશે. હોટલ-રેસ્ટોરન્ટના તમામ કર્મીઓનું વેક્સીનેશન પણ જરૂરી હશે.
રાજસ્થાનમાં પણ નાઇટ કરર્ફ્યૂ

રાજસ્થાનમાં બીજી લહેર આવ્યા બાદથી જ નાઇટ કરર્ફ્યૂ લાગુ છે. ઓમિક્રૉનના કેસ આવ્યા બાદ સરકારે કડક વલણ અપનાવ્.યુ છે. સરકાર એલર્ટ મોડમાં છે.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

528FansLike
476FollowersFollow
360FollowersFollow

Latest Articles