કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ સરકાર અને બ્યુરોક્રેસી પર ફરી એક વખત ચોંકાવનારી ટિપ્પણી કરી હતી. ગડકરીએ દિલ્હીમાં આયોજીત એક ખાનગી સલાહ એપ ‘કંસલ્ટ’ લોંચ કરવાના પ્રસંગે કહ્યું કે, સરકારમાં મોટા લેવલ પર અહંકાર હોય છે. સરકારને લાગે છે તમામ માહિતી તેની પાસે છે, માટે લોકો સાથે સલાહ-મસલત કરતી નથી. સારી વ્યક્તિએ ટીકા કરનારી વ્યક્તિને હંમેશા સાથે રાખવી જોઈએ.
ગડકરીએ વધુમાં કહ્યું કે સમયસર નિર્ણય નહીં લેવાને લીધે સરકારી પ્રોજેક્ટોમાં વિલંબ થાય છે. સંયુક્ત સચિવની ભૂલને સચિવ સંભાળી લે છે. સચિવની ભૂલ મંત્રી સંભાળી લે છે, પણ હું પારદર્શી છું, જવાબદારી નક્કી કરવામાં વિશ્વાસ કરું છું.