spot_img

નોબેલ એવોર્ડ વિજેતા મલાલા યૂસુફઝાઇએ કર્યા લગ્ન

નોબેલ શાંતિ એવોર્ડ વિજેતા મલાલા યૂસુફઝઇએ ( Malala Yousafzai) લગ્ન કરી લીધા છે. મલાલાએ એક ટ્વીટ દ્વારા પોતાના લગ્નની તસવીરો શેર કરી હતી. તસવીરો સાથે તેને કેપ્શનમાં લખ્યુ, “આજનો દિવસ મારા જીવનમાં એક અનમોલ દિવસ છે. અસર અને હું જીવનભર લગ્નના બંધનમાં બંધાઇ ગયા છીએ. અમે બર્મિઘમમાં પોતાના પરિવાર સાથે ઘરે એક નાનુ નિકાહ સમારંભનું આયોજન કર્યુ હતુ. કૃપયા અમને પોતાની શુભકામનાઓ આપો. અમે એક સાથે જીવન વિતાવવા માટે ઉત્સાહિત છીએ.

24 વર્ષીય મલાલા યૂસુફઝઇ યુવતીઓના શિક્ષણ માટે ઘણુ કામ કરી ચુકેલી પાકિસ્તાની કાર્યકર્તા છે. તે ઇતિહાસની સૌથી નાની ઉંમરની નોબેલ શાંતિ પુરસ્કાર વિજેતા છે. વર્ષ 2012માં, તેણે ત્યાકે વૈશ્વિક ઓળખ મળી જ્યારે યુવતીઓ માટે શિક્ષણના મૂળ અધિકારની વકાલત કરવા પર ઉત્તર-પશ્ચિમ પાકિસ્તાનમાં તાલિબાન દ્વારા તેને માથામાં ગોળી મારવામાં આવી હતી. તે માત્ર 16 વર્ષની હતી જ્યારે તેણે સંયુક્ત રાષ્ટ્ર (યુએન) કાર્યાલયમાં શિક્ષણમાં લૈગિક સમાનતાની જરૂરીયાત પર ભાષણ આપ્યુ હતુ.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

528FansLike
476FollowersFollow
360FollowersFollow

Latest Articles