નવી દિલ્હીઃ ગયા વર્ષે ગલવાન ઘાટીમાં ભારત અને ચીન સૈનિકો વચ્ચેના ઘર્ષણને એવો તે વિવાદ સર્જોય કે બંન્ને દેશો યુદ્ઘની કરવાની સ્થિતિ પર આવી ગયા હતા, ગલવાન ઘાટીમાં ભારતીય સૈનિકો હથિયાર વગર હતા અને ચીનના સૈનિકોએ લાકડાઓ અને લાકડાઓમાં તાર ભરાવીને ભારતીય સૈનિકો પર હુમલો કર્યો હતો જેમાં 20 જેટલા ભારતીય સૈનિકો શહીદ થઈ ગયા હતા, જેની સામે ચીનના એટલા સૈનિકો માર્યા ગયા હતા જે ચીન દુનિયા સમક્ષ સ્વિકારવા તૈયાર થયુ નથી.
ગલવાનની ઘટના બાદ પૈંગોગ લેકના ઉત્તરી કિનારા પર ગલવાનની હારનો બદલો લેવા માટે પણ ચીની સૈનિકો પરંપરાગત હથિયારો લઈને ભારતીય જવાનો પર હુમલો કરવા માટે પહોંચ્યા હતા પરંતુ તેમાં ભારતીય સૈનિકોએ હથિયાર વગર પણ સફળ થવા નહોતા દીધા. પરંતુ હવે ભારતીય સેનાને પણ ચીનને એની ભાષામાં સમજાવા માટે તૈયાર કરવામાં આવી રહી છે, અને હવે પછી સામ સામે લડવાનો વારે આવશે ત્યારે ભારતીય સેના ચીની સેનાને છઠ્ઠીનું દુધ યાદ અપાવી દેશે.
ચીની સૈનિકો જો પરંપરાગત હથિયાર લઈને આવતા હતા તો મેક ઈન ઈન્ડિયા અતંર્ગત ઉત્તર પ્રદેશના નોયડા સ્થિત એક કંપનીએ ભારતીય સેનાના જવાનો માટે બિન-ઘાતક હથિયારો બનાવ્યા છે. જે દેખાવે એકદમ સામાન્ય હથિયારો જેવાઓ લાગશે, પરંતુ જેવા આ હથિયારો ચાલુ કરશે કે તરત જ દુશ્મનોનો ખાત્મો કરવા લાગશે. ચીનની કાટાળી તાર અને લાકડીઓ સામે પ્રાઈવેટ કંપનીને ભારતીય સુરક્ષાબળોએ તરફથી બિનઘાતક હથિયારો બનાવવા માટે જણાવ્યુ હતુ જેના અંતર્ગત ભગવાન શિવનું ત્રિશુલ તૈયાર કર્યુ જે દેખાવે તો સામાન્ય જેવુ લાગશે પરંતુ તેમાં હેવી ઈલેક્ટ્રિક શોક લાગશે, ત્રિશુલ સાથએ સ્પાઈક સાથે મેટલ રોડ પણ તૈયાર કરાયો છે જેને વજ્ર નામ આપવામાં આવ્યું છે.
આનો ઉપયોગ હાથાપાઈ સમયે પણ થઈ શકશે. વજ્રથી તો બુલેટપ્રુફ ગાડીઓમાં પણ પંક્ચર પાડી શકાશે. સ્પાઈકમાં કરંટ પણ દોડાવી શકાતો હોવાથી દુશ્મનો સામે હાથાપાઈમાં દુશ્મનોને બેભાન પણ કરી શકાશે. આ ઉપરાંત “સેપર પંચ” થી ચીન સૈનિકો બીજી વાર ઉઠવાનું નામ પણ નહી લે સેપર પંચ એકવાર હાથ પર પહેરીને તેમાં વીજ સપ્લાય ચાલુ કરીવામાં આવશે તો તુરંત તે પંચમાંથી કરંટ લાગવા લાગશે એને જો એ પંચ દુશ્મનના મો કે શરીરના કોઈ પણ ભાગે મારવામાં આવશે તે તુરંત તેના હોશખોશ ઉડી જશે.
આ તમામ હથિયારો એવા છે જેના પ્રહારથી કોઈપણ દુશ્મનની મોત નહી થાય પરંતુ તે દુશ્મન ગંભીર રીતે ઘાયલ તો થઈ જ જશે, અને તમામ હથિયારો એવા છે જેનાથી દુશ્મનો વીજ કરંટ આપીને બેભાન કરી શકાશે.