ઉત્તર સાઇપ્રસના વડાપ્રધાન ઇરસાન સાનેરનો હસ્તમૈથુન કરતો એક કથિત વીડિયો લીક થયા બાદ પોતાના પદ પરથી રાજીનામુ આપવું પડ્યું છે. ઇરસાન સાનેર પરણિત છે અને તેમને બે બાળકો છે. એક રિપોર્ટ અનુસાર કથિત રીતે આ વીડિયોને માફિયાએ લીક કર્યો છે. મીડિયામાં આવેલા અહેવાલ અનુસાર ઇરસાન સાનેર ઓનલાઇન એક યુવતીને નગ્ન જોઇ અને બાદમાં તે હસ્તમૈથુન કરવા લાગ્યા હતા. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ ગયો હતો. ટર્કિશ સાપ્રિઓટ પાર્ટીના નેતા ઇરસાન સાનેર ગઠબંધનના સહયોગી નેશનલ યુનિટી પાર્ટીના સમર્થન બાદ અગાઉથી દબાણમાં હતા.
વડાપ્રધાનનો આ સેક્સ વીડિયો લીક થયા બાદ તેમને પોતાના પદ પરથી રાજીનામું આપવું પડ્યું છે. જોકે સાનેરે આ ઘટનાનું ખંડન કર્યું છે અને કહ્યું હતું કે તે ઓનલાઇન સેક્સ કરી રહ્યા હતા. તેમણે દાવો કર્યો કે તે વીડિયો ક્લિપ અનેકવાર એડિટ કરવામાં આવી છે અને બાદમાં લીક કરાઇ છે. તેમણે કહ્યું કે મને અપમાનિત કરવા માટે આ વીડિયો બનાવવામાં આવ્યો છે.
તેમણે કહ્યું કે સ્પષ્ટ રીતે કોઇ છે જે મને આ દેશની સેવા કરતો રોકવા માંગે છે પરંતુ તેમણે રાજકીય રીતે નહી પરંતુ ખુલ્લેઆમ હુમલો કરીને આવું કર્યું છે. તેમણે દાવો કર્યો કે આ આખી હરકતમાં તુર્કીનો માફિયા સામેલ છે. હું મારા કાયદાકીય સલાહકારો સાથે આ સંબંધમાં વાત કરી રહ્યો છું.