spot_img

ડેલ્ટા વેરિએંટ જેટલો ખતરનાક નથી Omicorn? પોતાની જાતે નિષ્ક્રિય થઈ જાય છે

2022ના વર્ષની શરૂઆત (New Year) થઈ ગઈ છે. નવા વર્ષમાં કોરાનાથી (Corona) ડરવાની કોઈ જરૂર નથી. હવે ફક્ત સાવધાની રાખવાની જરૂર છે. ઓમિકોર્ન (Omicorn)વેરિએન્ટ ઝડપી ફેલાઈ રહ્યો છે. પણ તેનાથી ડરવાની જરૂર નથી. ઓમિકોર્ન વેરિએન્ટથી સંક્રમિત વ્યક્તિને ઓક્સિજનની (Oxygen)સપોર્ટની જરૂર પડે તેની સંભાવના ખુબ જ ઓછી છે.

કોરોનાનો અંત છે ઓમિકોર્ન
ઓમિકોર્ન વેરિએન્ટ કોરોનાનો છેલ્લો વેરીએન્ટ છે. તેવુ દુનિયા ભરના વૈજ્ઞાનિકો માની રહ્યા છે. કોરોનાના અંતનુ પહેલુ ચરણ વૈજ્ઞાનિકો માની રહ્યા છે. આ દાવા પાછળ કેટલાક ઠોસ વૈજ્ઞાનિક કારણો પણ સામે આવ્યા છે. દાવો છે તે જે કોઈ દેશમાં 70 ટકા લોકો સંક્રમિત અથવા તો વેક્સિનેટેડ અથના તો એંટીબોડીથી તૈયાર થઈ ગયા હોય. તો નવો મ્યુટેટેડ વાયરસ પોતાની જાતને આપો આપ નબળો બનાવવા લાગે છે. શરીર માટે ખુબ ઓછો નુકસાન કારક બની જાય છે. જો કે એક વાત એવી છે કે વેરિએંટ ફેલાય છે ઝડપી જેનાથી ઘણાં લોકોના શરીરને પોતાનુ ઘર બનાવી કાઢે છે.

ઓમિકોર્ન અને ડેલ્ટા વેરીએન્ટ વચ્ચે અંતર ?
બંને વેરિએન્ટના ફેલાવાની ઝડપની વાત કરાય તો ડેલ્ટા વેરિએંટ કરતાં ઓમિકોર્ન વેરિએટ 70 ગણો ઝડપી ફેલાય છે. ડેલ્ટા વેરિએંટ 10 ગણી ઝડપે ફેલાતો હતો. ડેલ્ટા વેરિએંટની અસર ફેફસાં પણ સૌથી વધુ થતી હતી. જો કે ડેલ્ટા વેરિએંટ કરતાં ઓમિકોર્ન વેરિએંટ ફેફસા પર 10 ગણી ઓછી અસર કરે છે. ડેલ્ટા વેરિએંટના કારણે જ બ્લેક ફંગસ જેવી બિમારી પણ સામે આવી હતી. જેનાથી પણ લોકોના નિધન થયા હતા.

ડેલ્ટાની તુલનામાં શા માટે નબળો છે ઓમિકોર્ન ?
ઓમિકોર્ન જ્યારે પણ શરીરમાં પ્રવેશ કરે. ત્યારે શ્વાસનળીમાં પોતાની જાતને વિકસીત કરે છે. એનો મતલબ એ થયો કે ઓમિકોર્ન શ્વાસ નળી સુધી પહોંચી શકે છે. અને ફેફસા સુધી પહોંચે એટલામાંથી તે ખુબ જ નબળો અથવા તો નિષ્ક્રિય થઈ જાય છે. તેની સામે ડેલ્ટા વેરિએંટ સીધો ફેફસા પર એટેક કરતો હતો. જેના કારણે બીજી લહેરમાં સોથી વધુ લોકોના મોત થયા હતા.

એંટીબોડીની અસર બંન્ને વેરિએંટં પર કરે છે.
ઓમિકોર્ન શ્વાસનળીમાં રોકાઈ જાય છે. જેના કારણે આપણા શરીરમાં રહેલી એંટીબોડી વાયરસને મારી નાંખે છે. આખી પ્રક્રિયા કુદરતી રીતે જ થાય છે. ડેલ્ટા વેરિએંટમાં આની પ્રક્રિયા નહોતી થતી. કારણ કે ડેલ્ટા સીધો ફેફસાં પર જ અસર કરતો હતો. ઓમિકોર્ન વેરિએંટમાં સૌથી રાહતની બાબત એ છે કે આમાં મૃત્યુદર ખુબ જ ઓછો છે. જે લોકો પહેલાંથી બિમાર હોય તેમના માટે તો આ વેરિએંટ પણ એટલો જ ખતરનાક છે એટલે કોમોર્બિટ લોકોએ આ વેરિએંટ સામે પણ ધ્યાન રાખવાની જરૂર છે.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

528FansLike
476FollowersFollow
360FollowersFollow

Latest Articles