દિવાળીના તહેવારો નજીક આવી ગયા છે, ત્યારે આ વર્ષે ધનતેરસ 2જી નવેમ્બર અને મંગળવારના દિવસે છે. ત્યારે ધનતેરસના શુભ દિવસે કંઇક નવી વસ્તુ ખરીદવાની પરંપરા છે, ત્યારે કેટલાક લોકો ધનતેરસના દિવસે સોના અને ચાંદીની ખરીદી કરતા હોય છે. પરંતુ ઘણા એવા લોકો છે જેઓ સોના અને ચાંદીની ખરીદી કરી શકતા નથી. તેઓ સ્ટીલ, પીતળ કે તાંબાના વાસણ પણ ખરીદી શકે છે, આ ત્રણ વસ્તુઓ ખરીદવાથી ઘરમાં લક્ષ્મીનો વાસ થાય છે.
ધનતેરસના દિવસે સોના અને ચાંદીની ખરીદી કરવી એ શુભ માનવામાં આવે છે, પરંતુ જો તમે સોના ચાંદીની ખરીદી નથી કરી શકતા તો તમારે ધનતેરસના દિવસે સ્ટીલની એક નાની ચમચી ખરદવી પણ શુભ માનવામાં આવે છે.ધનતેરસના દિવસે ખરીદવામાં આવેલી ચમચીને તિજોરીમાં રાખવાથી ધનમાં વૃધ્ધિ થાય છે. એવી જ રીતે જો ધનતેરસના દિવસે આખા ધાણાની ખરીદીને પણ શુભ માનવામાં આવે છે. આખા ધાણાને ધનનું પ્રતિક માનવામાં આવે છે અને ધનતેરસના દિવસે તેની પૂજા કરીને લક્ષ્મીજીના ચરણોમાં ચઢાવીને એ ધાણાને તિજોરામાં રાખવાથી પણ ઘરમાં લક્ષ્મીજીનો વાસ થાય છે અને આર્થિક તંગી દુર થાય છે. જો ધનતેરસના દિવસે પરણિત મહિલાઓ પોતાના શણગારના સામાનની ખરીદી કરે તો તેને પણ શુભ માનવામાં આવે છે. ધનતેરસના દિવસે ખરીદવામાં આવેલા શણગારના સામાનને અપરણિત છોકરીઓને આપીને આશીર્વાદ લેવા પણ શુભ માનવામાં આવે છે
ત્યારે આ ધનતેરસના શુભ દિવસે એવી કેટલીક વસ્તુઓ છે જેને ખરીદવાથી અપશુગન માનવામાં આવે છે. ધનતેરસના શુભ દિવસે એલ્યુમિનિયમ કે કાંસાની વસ્તુની ખરીદી અશુભ માનવામાં આવે છે, કેમ કે આ વસ્તુઓને શુભ દિવસે ઘરમાં લાવવાથી લક્ષ્મીજી રૂઠે છે અને ધનલાભ પર અસર થાય છે.