દારૂ પીને ગફલત રીતે ઝડપી વાહન ચલાવીને અકસ્માતો સર્જાયા હશે તેવી સ્થિતિ ઘણીવાર આપે જોઈ હશે. ઘણીવાર આપે આપની નજર સામે આવા અકસ્માત થતાં જોયા હશે. ઘણાં પરિવારો એવાં પણ હશે જેમને આવા ગમખખ્વાર અકસ્માતમાં પોતાના પરિવારજનોને ગુમાવ્યા પણ હશે. પરંતુ બાદમાં શુ થાય છે વાહન ચાલક સામે ફરિયાદ નોંધાય અને પછી કોર્ટમાં કેસ ચાલ્યા કરે. જો કે ભારતના એક રાજ્યમાં એવો નિર્ણય લેવાયો છે જેને સાંભળી આપ ચોકી જશો.
જી હાં પંજાબમાં જો આપે દારૂ ઢીંચીને વાહન ચલાવ્યુ અને જો અકસ્માત સર્જાયો તો તમારી ખેર નથી. પંજાબ સરકારે આપેલા નોટિફિકેશન પ્રમામે દારૂ ઢીંચીને અથવા તો ઝડપી વાહન ચલાવવા પર પકડાયેલા વ્યક્તિએ સ્કૂલના વિદ્યાર્થીઓને સડક સુરક્ષા પર લેક્ચર આપવુ પડશે. હોસ્પિટલમાં સમાજ સેવા પણ કરવી પડશે અને તમારે લોહી પણ આપવુ પડશે. અલગ અલગ નિયમોના ઉલ્લંઘમ પ્રમાણે પંજાબ વાહન વ્યવહાર વિભાગે નોટિફિકેશન જાહેર કર્યુ છે. નોટિફિકેશન આધારે ઝડપી વાહન ચલાવવા પર પહેલીવાર પકડાઈ જવાથી 1000 રૂપિયા અને ત્યારબાદ ફરીથી ઝડપાવા પર રૂ.2000 દંડ થશે…નોટિફિકેશન પ્રમાણે દારૂ ઢીંચીને વાહન ચાલક પહેલી વકથ પકડાય તો તેને રૂ.5000 નો દંડ થશે અને બીજી વાર પકડાવા પર ચાલકને 10 હજારનો દંડ થશે.
નોટિફિકેશનમાં સ્પશ્ટતા કરવામાં આવી છે કે બંન્ને ભુલો કરવા પર ડ્રાઈવર્સના લાયસન્સ ત્રણ મહિના સુધી નિશ્કાષિત કરવામાં આવી શકે છે. બંન્ને ભુલો પર સક્ષમ અધિકારી દ્વારા નક્કી કરાયેલી સમાજ સેવા પ્રમાણે સેવા પર પણ કરવી પડશે. જાહેરનામામાં સ્પશ્ટ લખાયુ છે કે નિયમોના ઉલ્લંઘણ કરનારા વ્યક્તિને રીફ્રેશર કોર્સ પણ કરવાની ફરજ પાડવામાં આવશે તેને સ્કૂલમાં ધોરણ 9,10, અને અને 12ના ઓછામાં ઓછા 20 વિદ્યાર્થીઓને ઓછામાં ઓછા બે કલાક સુધી ટ્રાફિકના નિયમો પર લેક્ચર પણ આપવુ પડશે. નિયમો તોડનારને પહેલા રસ્તાઓ પર શિક્ષણ આપવામાં આવશે પછી તે વ્યક્તિએ સ્કૂલમાં જઈને શિક્ષા આપવાની રહેશે.