તમારા ઘરમાં ગેસ પૂરો થાય એટલે બોટલ લઈને દોડાદોડી પૂરી થઈ જશે. એલપીજી સિલેંડર સપ્લાય કરતી એક કંપનીએ ગ્રાહકોને સારી સવલત મળી રહે. તે ઉદ્દેશથી સૌથી મોટી જાહેરાત કરી છે. ઘમાં ગેસ પૂરો થઈ જાય તો આખો દિવસ રાહ જોવાની જરૂર રહેશે નહીં. સરકારી ઓઈલ માર્કેટિંગ કંપની ઈન્ડિયન ઓઈલ (IOCL)ની તત્કાલ એલપીજી સેવા દ્વારા ગ્રાહકોને માત્ર 2 કલાકમાં ગેસ સિલિન્ડર પહોંચાડશે. આનો અર્થ એ છે કે જે દિવસે તમે LPG બુક કરશો, તે જ દિવસે તમને ગેસ સિલિન્ડર મળશે. ઇન્ડિયન ઓઇલે ટ્વિટર દ્વારા આ માહિતી આપી છે.
ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન કંપનીએ પોતાના સોશ્યલ મીડિયા પર ટ્વિટ કરને જાહેર કરાયેલી સેવા મામલે વિગતે માહિતી શેર કરી હતી. જેમાં કંપની તરફથી કહેવાયું કે ઉદ્યોગ જગતમાં પહેલી વાર એવી પહેલ કરવામાં આવી છે. જેનું નામ છે ઈન્ડેન તત્કાલ સેવા . સેવામાં ઓન લાઈન બુકિંગ કરાયા બાદ બે કલાકમા એલપીજી સિલેંડર બુકિંગ કરાવનારા ઘરે પહોંચાડી દેશે. કંપનીએ આ સેવા ખુબ જ પ્રભાવી અને ઝડપી રહેશે તેવી પણ આશા સેવી છે. ગ્રાહકોએ ઈન્ડેન તત્કાલ સેવાનો ખુબ જ નજીવા ખર્ચે ઉપયોગ કરી શકશે.
ઈન્ડિયન ગેસનો ઉપયોગ કરતા ગ્રાહકો IVRS અથવા તો ઈન્ડિયન ઓઈલની વેબસાઈટ પરથી આ સેવાનો લાભ મેળવી શકશે. જે ગ્રાહકોએ ઈન્ડિયન ઓઈલની એલ્પિકેશન ડાઉનલોડ કરી હય. તેમના માટે સેવાનો લાભ ખુબ આસાનીથી લઈ શકશે. કંપનીએ એટલી સ્પષ્ટતા કરી છે, કે હાલમાં ઈન્ડેન તત્કાલ સેવા હૈદરાબાદ સ્થિત એક ડિસ્ટ્રિબ્યુશનશીપને ત્યાં શરૂ કરાઈ છે. સમય જતાં અને ગ્રાહકોને તરફથી કેવો રીસ્પોન્સ મળે છે તે આધારે પછી કંપની નિર્ણય લઈ શકે છે. ઉલ્લખનીય છે કે કંપની દ્વારા લેવાયેલું આ પગલું ઐતિહાસિક કહેવાય. કારણ કે હાલમાં ઘરે ઘરે ગેસ લાઈન થઈ રહી છે. તે સમયે આટલી ઝડપી સેવાથી ગ્રાહકો સ્વાભાવિક પણે આકર્ષિત થશે.જેનો સીધો ફાયદો કંપનીને પણ થશે.