લોકોને કોઇ પણ નિયમનું પાલન કરાવવા માટે હવે પ્રલોભન આપવા ફરજિયાત બનતા જઇ રહ્યા છે. હાલમાં જ કોરોનાની વેક્સિન ન લેનારાઓ માટે સરકાર તરફથી ખાસ ખાદ્યતેલ અને ડ્રોમાં મોબાઇલ આપવાની જાહેરાત કરવામાં આવી હતી, ત્યારબાદ રસીકરણમાં વેગ જોવા મળ્યો હતો. ત્યારે હાલમાં પણ ટ્રાફિકના નિયમોનું પાલન કરાવવા માટે આવો જ કિમિયો અજમાવવામાં આવી રહ્યો છે.
વાત છે સંસ્કારી નગરી વડોદરા શહેરની, વડોદરામાં ટ્રાફિક ચેમ્પ અભિયાનનું લોન્ચિંગ કરવામાં આવ્યું છે. જેમાં ગૃહરાજ્યમંત્રીના હસ્તે અભિયાનનો પ્રારંભ થયો છે. તેમાં ટ્રાફિક નિયમોનું ચુસ્ત પાલન કરનારને સર્ટિ મળશે. તેમજ સૌથી અગત્યની વાત એ છે કે 100 રૂ.નું પેટ્રોલ અને રેસ્ટોરાની ડિસ્કાઉન્ટ કુપન અપાશે. તથા દરરોજ 50 લોકોને પ્રોત્સાહિત કરવામાં આવશે. તેમજ એક વર્ષ સુધી અભિયાન ચલાવામાં આવશે. જેમાં વાતાવરણને પ્રદુષિત થતું પણ અટકાવી શકાશે.
ઉલ્લેખનિય છે કે ગૃહમંત્રીએ વડોદરામાં ટ્રાફિક ચેમ્પ અભિયાય લોન્ચ કર્યું છે. જેમાં જે નાગરિકો ટ્રાફિક નિયમોનું ચુસ્ત પણે પાલન કરે છે તેમને સર્ટી આપી પ્રોત્સાહિત કરાશે. તથા 100 રૂપિયાનું ફ્રી પેટ્રોલ પણ આપવામાં આવશે. તેમજ રેસ્ટોરન્ટની પણ ડિસ્કાઉન્ટ કુપન આપવામાં આવશે. તથા આ આખું વર્ષ અભિયાન ચલાવવામાં આવશે. જે નાગરિકો ટ્રાફિક નિયમોનું પાલન કરતા નથી તેમને પણ આ અભિયાન દ્વારા શીખ મળશે અને પ્રોત્સાહન મેળવવા માટે તે લોકો ટ્રાફિક નિયમોનું ચુસ્ત પણે પાલન કરે તે હેતુથી આ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે.
જેમાં કમિટી દ્વારા રોજ 50 લોકોને પ્રોત્સાહિત કરવામાં આવશે. ટ્રાફિક નિયમનને સફળ બનાવવા ખાસ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. જેમાં 12 કરોડ કલાકનો સમય એક વર્ષમાં બચાવી શકાશે. તથા વાતાવરણને પ્રદુષિત થતું પણ અટકાવી શકાશે.