iPhone વાપરવો એ એક સ્ટેટસ માનવમાં આવે છે, યુવાનો ખાસ iPhoneને વધુ પસંદ કરતા હોય છે. ત્યારે જો તમે પણ iPhone ખરીદવાનો પ્લાન કરી રહ્યા છો તો તમારી માટે આ સારો સમય છે, કેમ કે ઇ કોમર્સ વેબસાઇટ ફ્લિપકાર્ટ iPhone 12 Mini પર શારૂ એવું ડિસ્કાઉન્ટ આપી રહી છે. હાલમાં ફ્લિપકાર્ટ પર સ્માર્ટફોન ખરીદી પર ખાસ ડિસ્કાઉન્ટ સેલ ચાલી રહ્યો છે. 7 અને 8 ડિસેમ્બર સુધી તમે આ સેલનો ફાયદો ઉઠાવી શકો છો.
ફ્લિપકાર્ટના આ સેલમાં iPhone 12 Mini 64 GB બેસ વેરિએન્ટ રૂપિયા 44,999 માં મળી રહ્યો છે. આ સ્માર્ટફોનની ઓરીજનલી કિંમત 59,900 રૂપિયા છે, પરંતુ એક્સચેન્જ ઓફરમાં iPhone 12 Mini સસ્તામાં મળી રહ્યો છે. એક્સચેન્જ ઓફસરમાં જુનો iPhone આપીને નવો iPhone 12Mini ખરીદી શકો છો, કેમ કે આ એક્સચેન્જ ઓફરમાં 10.050 રૂપિયાનો ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. આ સિવાય ફ્લિપકાર્ટ દ્વારા તમે બેન્ક ઓફરનો પણ ફાયદો ઉઠાવી શકો છો. Paylater દ્વારા પણ તમે કેટલાક રૂપિયાની બચત કરી શકો છો. આ સિવાય Flipkart Axis બેન્ક ક્રેટિડ કાર્ડ પર પાંચ ટકા કેશબેક મેળવી શકો છો. તો જો મતે Amex નેટવર્ક કાર્ડનો ઉપયોગ કરીને પણ ફ્લિપકાર્ટ પરથી iPhone 12 Mini ખરીદો છો તો 20 ટકા કૈશબેક મેળવી શકો છો.
iPhone 12 Mini ના ફીચર્સની વાત કરવામાં આવે તો આ સ્માર્ટફોનમાં ફાસ્ટ પ્રોસેસર આપવામાં આવ્યું છે સાથે જ આ કોમ્પૈક્ટ ફોન છે અને લુકમાં પણ ફેન્ટાસ્ટિક છે. પરંતુ તમામ iPhone ની જેમ આમાં પણ બેટરીનો પ્રોબલેમ વધુ યુઝર્સને ફેસ કરવો પડી રહ્યો છે.