iPhone અન્ય સ્માર્ટફોનની જગ્યાએ થોડાં મોંઘા હોય છે. કારણે કે આઈફોનના ફીચર્સ અને તેની બનાવટ અન્ય સ્માર્ટ ફોન કરતાં હોય છે. પરંતુ એક iPhone એવો છે જેને આશરે 64 લાખ રૂપિયામાં વેંચવામાં આવ્યો છે. એવું પણ નહી કે તે ફોન લેટેસ્ટ છે. પણ અહીં જે મોડેલની વાત થઈ રહી છે તે ફોન એપલ કંપનીએ 2017ની સાલમાં લોંચ કર્યો હતો.
iPhone X ને એપલ કંપનીએ 2017ની સાલમાં લોંચ કર્યો હતો. એક વ્યક્તિએ ફોનને 86001 ડોલરમાં વેચ્યો છે પણ તેનુ કારણ ખુબ જ રોચક છે.
World's only USB-C iPhone sells for $86,000 https://t.co/riN2Ibozcx
— iMore (@iMore) November 11, 2021
iPhoneમાં ચાર્જિંગ માટે લાઈટનિંગ પોર્ટ આપવામાં આવે છે. iPhone 13 લોંચીંગ સમયે કંપની પાસે અપેક્ષા હતી કે USB Type C પોર્ટ આપશે પણ એવુ ન થઈ શક્યુ. એના બાદ એક એન્જિનિયરે iPhoneમાં જ USB Type C પોર્ટ લગાવી દીધો અને એ પોર્ટ કામ પણ કરવા લાગ્યો.
iPhone Xમાં USB Type C પોર્ટ લગાવ્યા બાદ તેને વેચવા માટે eBay પર મુકવામાં આવ્યો. iMoreની એક રીપોર્ટ પ્રમાણે ફોનની કિંમત 86 હજાર ડોલર સુધી પહોંચી.
USB Type C વાળા આઈફોન xને 1 નવેમ્બરે વેચવા માટે સાઈટ પર મુકવામાં આવ્યો હતો. રીપોર્ટ પ્રમાણે લોગોને નવો આઈડિયા ખુબ જ પ્રભાવિત કરવા લાગ્યા અને લોકો મોટા પ્રમાણમાં આઈફોન ખરીદવા માટે બોલી લગાવવા લાગ્યા. શરૂઆતમાં ફોનની બોલી 1600 ડોલર લગાવવામાં આવી હતી અને તેનો અંત 86 હજાર ડોલરે પહોંચ્યો હતો અંતે એન્જિનિયર આઈફોનને વેંચવા માટે તૈયાર થઈ ગયો.
ઉલ્લેખનીય છે કે કેન પિલોનેલ નામના એન્જિનિયરેએ iPhone X માં USB Type C પોર્ટ લગાવ્યો હતો. મતલબકે આઈફોનમાં પહેલી વખત USB Type C ચાર્જરથી ચાર્જ કરી શકાશે.
એન્જિનિયરનો દાવો તો એવો પણ છે કે આ દુનિયાનો એવો આઈફોન છે જેમાં ચાર્જિંગ પણ થશે અને ડેટા પણ ટ્રાન્સફ્રર થઈ શકશે. કેન પિલોનેલ સ્વિઝ ફેડર ઈન્ટિટ્યુટ ઓફ ટેક્નોલોજીમાં રોબોટીક સ્ટુડેન્ટ છે અને આ જ સ્ટ્રીમમાં અત્યારે તેઓ માસ્ટર ડિગ્રી પણ કરી રહ્યા છે.