ભારતમાં કોરોના વાયરસના નવા વેરિએન્ટ ‘ઓમિક્રૉન’ના દર્દીઓની સંખ્યા 781 થઇ ગઇ છે. 24 કલાકમાં દેશમાં કોરોના સંક્રમણના 9 હજાર 195 નવા કેસ મળ્યા છે. આ દરમિયાન 302 દર્દીઓના મોત થયા છે. દેશમાં 77 હજારથી વધુ કોવિડ દર્દીની સારવાર ચાલુ છે. નવા આંકડા મળીને દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 3 કરેડ 48 લાખ 8 હજાર 886 પર પહોચી ગઇ છે. બીજી તરફ અત્યાર સુધી 4 લાખ 80 હજાર 592 દર્દી જીવ ગુમાવી ચુક્યા છે.
નવા આંકડા અનુસાર, ઓમિક્રૉન વેરિએન્ટના 781માંથી 241 કેસમાં દર્દીને હોસ્પિટલમાંથી રજા મળી ગઇ છે અથવા તે બહાર જતા રહ્યા છે. ઓમિક્રૉન વેરિએન્ટના સૌથી વધુ કેસ દિલ્હીમાં (238) છે. તે બાદ મહારાષ્ટ્રમાં 167 કેસ મળ્યા છે. દેશના 21 રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશમાં ઓમિક્રૉનના કેસ છે. તાજેતરમાં મણિપુર, લદ્દાખ, હિમાચલ પ્રદેશ, ગોવામાં પ્રથમ કેસ મળ્યો છે.
મહારાષ્ટ્રમાં મંગળવારે કોવિડ-19ના 2,172 નવા કેસ સામે આવવાની સાથે કુલ સંક્રમિતોની સંખ્યા વધીને 66,61,486 થઇ ગઇ છે જ્યારે વધુ 22 દર્દીના મોત થતા મૃતક સંખ્યા વધીને 1,41,476 થઇ ગઇ છે. રાજ્યના સ્વાસ્થ્ય વિભાગે આ જાણકારી આપી છે. જોકે, થોડા રાહતના સમાચાર એ છે કે છેલ્લા 24 કલાક દરમિયાન મહારાષ્ટ્રમાં કોરોના વાયરસના ઓમિક્રૉન સ્વરૂપનો કોઇ નવો કેસ સામે આવ્યો નથી. રાજ્યમાં અત્યાર સુધી ઓમિક્રૉનના 167 કેસની પૃષ્ટી થઇ ગઇ છે.
દિલ્હીમાં મંગળવારે કોરોના વાયરસ સંક્રમણના 496 નવા કેસ સામે આવ્યા છે, જે ચાર જૂન બાદથી એક દિવસમાં સામે આવેલા કેસની સૌથી વધુ સંખ્યા છે. દિલ્હીમાં છેલ્લા 24 કલાકમાં મહામારીથી એક દર્દીનું મોત થયુ છે જ્યારે સંક્રમણનો દર વધીને 0.89 ટકા થઇ ગયો છે. દિલ્હીમાં અત્યાર સુધી કોરોના વાયરસ સંક્રમણના કુલ 14,44,179 કેસ સામે આવી ચુક્યા છે.
કેરળમાં ઓમિક્રૉન સંક્રમણના સાત કેસ સામે આવવાની સાથે રાજ્યમાં કોરોના વાયરસના નવા સ્વરૂપથી સંક્રમિત લોકોની સંખ્યા વધીને 64 થઇ ગઇ છે.
ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં પણ કોરોનાના નવા વેરિએન્ટ ઓમિક્રૉનના કેસ રાજ્યમાં કોરોનાના નવા 394 કેસ નોંધાયા હતા. ગત 18 ડિસેમ્બરે રાજ્યમાં 68 નવા કેસ નોંધાયા હતા જ્યારે 28 ડિસેમ્બરે 394 કેસ આવ્યા છે, સાથે જ ઓમિક્રોનના પણ નવા 5 કેસ સાથે કુલ કેસની સંખ્યા 78 થઈ છે.