હાલમાં તમામ કંપનીઓ સસ્તા 4જી ફોન માર્કેટમાં લોન્ચ કરીને સામાન્ય વ્યક્તિ સુધી પહોંચવાના પ્રયાસો કરી રહ્યા છે. ત્યારે હવે આ રેસમાં જીયો પણ આવી ગયું છે. જીયો પણ સસ્તા 4જી સ્માર્ટફોનને લોન્ચ કરવા જઇ રહ્યું છે. કંપની દિવાળીમાં સસ્તા 4જી સ્માર્ટફોનને માર્કેટમાં ઉતારવા જઇ રહી છે.
ભારતમાં જીયોના પ્રથમ સ્માર્ટફોનનું વેચાણ સપ્ટેમ્બરમાં શરૂ થવાનું હતું, પરંતુ મેન્યુફેક્ચરિંગમાં આવેલા વિલંબને કારણે જીયોએ તેનું લોન્ચિંગ ટાળી દીધું હતું. હવે દિવાળી પહેલા જીયો પોતાની પ્રથમ સેલની યજમાની કરવાનું છે. Googleના સહયોગથી ડિઝાઇન કરવામાં આવેલ JioPhone Next મુખ્ય રૂપથી એક બજેટ સ્માર્ટફોન છે.. જે લોકો પ્રથમવખત સ્માર્ટફોન ખરીદવાના છે તેમને માટે આ ફોન એક સારો વિકલ્પ માનવામાં આવી રહ્યો છે.. આ સ્માર્ટફોન Googleના Android OSના એક વિશેષ વર્ઝન પર ચાલે છે.
કંપનીએ અત્યાર સુધી JioPhone Nextની કિંમતોનો ખુલાસો કર્યો નથી.પરંતુ JioPhone Next 3499 રૂપિયાથી ઓછી કિંમતમાં આવશે. તે ભારતમાં લોન્ચ થનાર સૌથી સસ્તો એન્ડ્રોયડ ફોનમાંથી એક હશે.. જો ફોનના ફિચર્સની વાત કરીએ તો
RIL AGM 2021માં લોન્ચ ઇવેન્ટના આધાર પર માહિતી છે કે જીયોએ Googleના સહયોગથી JioPhone Next વિકસિત કર્યો છે. JioPhone Nextમાં એક કોમ્પેક્ટ ડિસ્પ્લે છે, જેની ચારે તરફ મોટો બેજેલ્સ છે, સ્ક્રીન સાઇઝ 5.5 હોવાની સંભાવના છે. આ સસ્તો સ્માર્ટફોન હોવાને કારણે તેમાં ક્વાલકોમ QM215 ચિપસેટનો ઉપયોગ કરવાની આશા છે, જે એન્ટ્રી લેવલ એન્ડ્રોયડ ગો ફોન માટે છે. OSના Android 11 Go વર્ઝન હોવાની સંભાવના છે.
JioPhone નેક્સ્ટમાં Google Assistant, ઓન-સ્ક્રીન ટેક્સ્ટ માટે ઓટોમેટિક રીડ-અલાઉડ અને લેંગ્વેજ જેવી સર્વિસ હાજર છે. JioPhone Nextમાં કોમ્પેક્ટ 5.5 ઇંચ એચડી ડિસ્પ્લે હોઈ શકે છે. ફોન ક્વાલકોમ QM215 SoC પ્રોસેસરની સાથે આવી શકે છે. JioPhone Next માં પાછળની તરફ 13MP કેમેરા સેન્સર અને ફ્રંટમાં 8MP નો સેલ્ફી કેમેરા હોઈ શકે છે.