યુપીના મેરઠમાં એક વ્યક્તિના લગ્ન થયા હતા. લગ્ન બાદ સુહાગરાતના પ્રસંગે પતિને ખબર પડી કે તેની પત્ની 5 મહિનાની પ્રેગનન્ટ છે. આ સમાચારથી પરિવાર ચોકી ગયો હતો. પતિ તુરંત જ પોલીસ પાસે પહોચી ગયો હતો.
પતિએ આરોપ લગાવ્યો કે જ્યારે પત્નીના પ્રેગનન્ટ થવાની વાત સાસરીયાઓને જણાવી તો તેમણે ઉંધુ તેની સામે જ જૂઠા કેસમાં ફસાવવાની ધમકી આપી હતી. આટલુ જ નહી હવે તે 10 લાખ રૂપિયાની માંગ પણ કરી રહ્યા છે.
હવે તે વ્યક્તિ ન્યાય માટે મેરઠના એસએસપી ઓફિસ પહોચ્યો છે, જ્યા તેને લેખિત ફરિયાદ આપી પોલીસને કાર્યવાહીની માંગ કરી છે. પિતાએ જણાવ્યુ ક લગ્નની રાત્રે જ દુલ્હને કહ્યુ હતુ કે તેના પેટમાં દુખાવો થાય છે પરંતુ ત્યારે કોઇનું ધ્યાન તેની તરફ ગયુ નહતુ.
જ્યારે પતિને શક થયો તો તેને આ વાત પોતાની માતાને જણાવી હતી. જે બાદ પત્નીને હોસ્પિટલ લઇ જવામાં આવી હતી જ્યા અલ્ટ્રાસાઉન્ડ રિપોર્ટ જોયા બાદ પતિ અને તેના પરિવારજનો ચોકી ગયા હતા.
અલ્ટ્રાસાઉન્ડ રિપોર્ટમાં આ વ્યક્તિની પત્ની 5 મહિનાની પ્રેગનન્ટ નીકળી હતી અને ખબર પડી કે તેના પેટમાં જુડવા બાળક છે. જોકે, પત્નીના ઘરવાળા આ વાતને માનવાનો ઇનકાર કરી રહ્યા છે અને ઉંધા યુવકને ફસાવવાની ધમકી આપી રહ્યા છે. પોલીસ અધિકારીઓએ તપાસ કરી નિષ્પક્ષ કાર્યવાહીની વાત કરી છે.