દિવાળીના પર્વને હવે તો ગણતરીના દિવસો બાકી રહ્યા છે તેની તૈયારીઓ ઘણા દિવસ પહેલાથી શરૂ કરાય છે. માનવામાં આવે છે કે દિવાળીના દિવસે લક્ષ્મીનો માતાનો ઘરમાં પ્રવેશ થાય છે. તેથી તેમના આગમન પહેલા ઘરની સાફ સફાઇ અને શુકન અપશુકનને લઈને અનેક માન્યતાઓના આધારે સફાઈ કરાય છે. આ સાથે કેટલાક પ્રાણીઓને તમે દિવાળીની રાતે જોઈ લો છો તો તમારું આખું વર્ષ શુભ રહે છે અને સાથે ધનની દેવી પણ તમારા પર મહેરબાન રહે છે.
ઘુવડ
દિવાળીની રાતે તમને ઘુવડ દેખાય છે તો તેને શુભ માનવામાં આવે છે. તેને માતા લક્ષ્મીનું વાહન માનવામાં આવે છે. દિવાળીની રાતે તેને જોવાથી ઘરમાં સુખ અને સમૃદ્ધિનો વાસ રહે છે.
ગરોળી
સામાન્ય રીતે ગરોળી ઘરમાં અવારનવાર જોવા મળે છે અને તમે તેને ભગાડવાની કોશિશ કરો છો. શુકન શાસ્ત્ર અનુસાર જો દિવાળીની રાતે તમને ગરોળી દેખાય તો તેને ભગાડો નહીં. આ શુભ સંકેત માનવામાં આવે છે. તેનાથી ઘરમાં સુખ અને સમૃદ્ધિ વધે છે.
ગાય
ગાય હંમેશાથી પૂજનીય રહી છે. દિવાળીની રાતે જો તમને ગાય દેખાય છે તો તે શુભ માનવામાં આવે છે. ગાય દેવત્વનું પ્રતીક માનવામાં આવે છે. આ માટે કહેવાય છે કે દિવાળીના દિવસે કે રાતે ગાય જોવા મળે તો ઘરમાં સુખ અને સમૃદ્ધિનો વાસ થાય છે.
બિલાડી
દિવાળીની રાતે બિલાડીનું દેખાવવું શુભ માનવામાં આવે છે. દિવાળીની પૂજા બાદ જો ઘરમાં કે આસપાસમાં ક્યાંય પણ બિલાડી જોવા મળે છે તો તે માતા લક્ષ્મીના આવવાનું સૂચક છે. દિવાળી પર બિલાડી જોવા મળે તો ઘરમાં ખુશીઓ આવવા લાગે છે.
છછુંદર
સામાન્ય રીતે જ્યારે છછુંદરને જોઈએ તો મૂડ ખરાબ થાય છે. પણ દિવાળીની રાતે છછુંદરને જોવું શુભ માનવામાં આવે છે. આ સિવાય દિવાળીની રાતે તેને જોવાથી ઘરમાં ધન સંપદાની ખામી રહેતી નથી.