spot_img

OnePlusના ચાહકો માટે ડિસેમ્બરમાં હશે ડબલ ધમાકા ઓફર, જાણો એક ક્લિક પર

onePlus 9RTને પાછલા મહિને ચીનમાં લોન્ચ કરવામાં આવ્યો હતો, ત્યારે હવે ભારતમાં નવા નામથી આ સ્માર્ટફોન લોન્ચ કરવામાં આવશે. ચીનની કંપની OnePlus આ સ્માર્ટફોનને ભારતમાં OnePlus RTના નામથી લોન્ચ કરવાની તૈયારીઓ કરી રહી છે. ત્યારે આ સ્માર્ટફોનની લોન્ચીંગ તારીખને લઇને અટકળો લગાવવામાં આવી રહી છે.

ત્યારે હાલમાં જ એક એવો દાવો કરવામાં આવ્યો છે કે OnePlus RT સ્માર્ટફોનને ભારતમાં 16 ડિસેમ્બરના રોજ લોન્ચ કરવામાં આવશે. આ ફોનની સાથે કંપની ભારતમાં OnePlus Buds Z2 ઇયરબર્ડઝ પણ લોન્ચ કરી શકે છે. તો લીક્સના દાવા પ્રમાણે OnePlus RTને કપંની બે કલર વેરિએંટસ ભારતમાં લોન્ચ કરી શકે છે, જેમાં એક હૈકર બ્લેક અને નેનો સિલ્વર હશે. ત્યારે ચીનમાં લોન્ચ કરવામાં આવેલા OnePlus 9RTના ફિચર્સ પર નજર કરવામાં આવે તો

  • 62ઇંચની E4 AMOLED ડિસપ્લે આપવામાં આવી છે. જેની સાથે 120Hzનો રીફ્રેશ રેટનો સપોર્ટ મળશે. સાથે Qualcomm Snapdragon 888 ચીપસેટ આપવામાં આવ્યો છે.
  • આ સ્માર્ટફોનમાં ટ્રીપલ રિયર કેમેરા આપવામાં આવ્યો છે,જેમાં પ્રાયમરી લેન્સ 50મેગાપિક્સલનો છે તો બીજો 16 મેગાપિક્સલનો અલ્ટ્રાલાઇડ લેન્સ છે, તો ત્રીજો કેમેરો મેક્રો 2 મેગાપિક્સલનો છે. સેલ્ફી માટે 16 મેગાપિક્સલનો ફ્રંટ કેમેરા આપવામાં આવ્યો છે.
  • આ સ્માર્ટફોનમાં 4500 mAhની બેટરી આપવામાં આવી છે, જેના ચર્જિંગ માટે Warp Charge 65Tનો સપોર્ટ આપવામાં આવ્યો છે, આ ફોનમાં કનેક્ટિવિટી માટે 5gનો સપોર્ટ આપવામાં આવ્યો છે. બીજો સ્ટેન્ડૈડ ફીચર્સ આપવામાં આવ્યો છે. આ સ્માર્ટફોન ભારતમાં કેટલા પ્રાઇઝ સેગ્મેન્ટમાં લોન્ચ કરવામાં આવશે તેને લઇને કંપની તરફથી કોઇ ઓફિસયલ જાહેરાત કરવામાં આવી નથી.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

528FansLike
476FollowersFollow
360FollowersFollow

Latest Articles