મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રૂપાલના દર્શને ગયા હતા. ત્યા કેટલાક ગ્રામજનોએ પલ્લીની પરંપરા જળવાઇ રહે તે માટે રજૂઆત કરતા મુખ્યમંત્રીએ આ દિશામાં આયોજનની ખાતરી આપી હતી. ગામમાં 15મી રાત્રે પરંપરાગત પલ્લી કઢાશે, જેમાં બહારના કોઇ પણ લોકોને આવવા દેવામાં નહી આવે તથા નક્કી કરેલા ગ્રામજનો પલ્લીમાં જોડાશે.
ગત વર્ષે પણ પલ્લીમાં જોડાયેલા ગ્રામજનોનો કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો હતો. જોકે, હાલની સ્થિતિએ રૂપાલ ગામ 100 ટકા વેક્સિનેટેડ થઇ જતા તંત્ર દ્વારા પલ્લીમાં જોડાનાર ગ્રામજનોના જરૂર લાગશે તો કોરોના ટેસ્ટ કરવામાં આવશે.
ગામમાં કોઇ અનિચ્છનિય બનાવ ના બને અને બહારથી આવતા લોકોને રોકી રખાય તે માટે 2 ડીવાયએસપી, 10 પીઆઇ, 35 પીએસઆઇ, 350 પોલીસ જવાન, 40 મહિલા પોલીસ, 200 હોમગાર્ડને બંદોબસ્તમાં મુકવામાં આવશે.