21 મે ના રોજ નાણાં મંત્રી નિર્મલા સિતારમણે ગેસ પર સબસિડી જાહેર કરી હતી. નાણાં મંત્રીએ પેટ્રોલ અને ડિઝલના ભાવ પર ટેક્સમાં ભારે ઘટાડાની જાહેરાત પણ કરી હતી. પેટ્રોલ ડિઝલ પર ટેક્સમાં ઘટાડો આમ તો મધ્યમવર્ગીય પરિવારના લોકો માટે મોટી રાહત ગણી શકાય એવી હતી. એમાં પણ સરકારે ગેસની બોટલ પર સબસિડીની જાહેરાત કરી એટલે મધ્યમવર્ગીય લોકો માટે જાણે સોને પે સુહાગા જેવી સ્થિતિ હતી. પરંતુ આજે સરકારે ગેસની બોટલ પર કોને સબસિડી મળશે અને કોને નહી મળે તેના પર સ્પષ્ટતા કરી દીધી છે.
ત્યારે સરકારે આજે સ્પશ્ટતા કરી દીધી છે કે ગેસની બોટલ પર સબસીડિ ફક્ત ઉજ્જવલા યોજના અંતર્ગત જે લોકોને મફતમાં ગેસ કનેક્શન અપાયા છે. તે 9 કરોડ લાભાર્થીઓને જ સબસિડી મળશે. અન્ય લોકોએ જેઓ ગેસ કનેક્શન ધરાવે છે અને ગેસની બોટલનો પોતાન ઘરમાં ઉપયોગ કરે છે તેમને આ સરકારની જાહેરાતનો કોઈ ફાયદો મળવાનો નથી.
સરકારની જાહેરાત પછી હાલમાં જે ગેસની બોટલ અત્યારે 1003 રૂપિયાની કિંમતે મળી રહી છે તે ઉજ્જવલા લાભાર્થીઓને સબસિડી ગેસ બુકિંગ બાદ તેમના ખાતામાં 200 રૂપિયા સરકાર જમા કરાવશે. એનો મતલબ એ થયો કે ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓને ગેસની બોટલ ફક્ત 803 રૂપિયામાં મળશે. બાકીના 21 કરોડથી વધુ ગેસના કનેક્શન ધારકોને બજારના દરથી જ ગેસની બોટલ મળશે.