ભારત પાકિસ્તાન સામે t-20 વર્લ્ડ કપના પ્રારંભની મેચ જ હારી ગયુ. સ્વાભાવિક છે પ્રારંભિક મેચ અને તે પણ પાકિસ્તાન સામે હારી જવાથી ક્રિકેટ રસિયાઓમાં રોષ પણ છે અને દુઃખ પણ છે. જો કે મેચ બાદ પાકિસ્તાનના ખેલાડીઓને જે રીતે ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ શુભકામના પાઠવી અને ભેટ્યો જેનાથી પાકિસ્તાન સાથે દુનિયાભરના ક્રિકેટ ચાહકોમાં વિરાટ કોહલી વધુ વિરાટ બની ગયો છે.
આ પ્રકારના સ્પોર્ટમેન સ્પિરીટના કારણે કોહલીની આખા પાકિસ્તાનમાં વાહ વાહી થઈ રહી છે. એક સમયનો આક્રમક અને ગુસ્સાયેલા સ્વભાવવાળા કોહલીને મેચ બાદ આ પ્રકારના વર્તન કરતો જોઈ ચારેકોર પ્રશંસા થઈ રહી છે. તણાવપૂર્ણ મેચ વચ્ચે વિરાટ કોહલીનો અંદાજ અલગ હતો જે એક કેપ્ટનને શોભનીય હતો. આખી મેચમાં દરમિયાન તેઓ ફક્ત એક સ્પોર્ટ પર્સન તરીકે દેખાયો.
મેચ બાદ પાકિસ્તાનના રીજવાન મોમ્મદ કોહલીને ભેટી પડ્યો હતો અને કોહલી પણ તેને ભેટીને શાબાશી
અને માથા પર હાથ ફેરવી શુભકામનાઓ પાઠવી હતી. ભારતે પાકિસ્તાનને જીત માચે 152 રનનો ટાર્ગેટ આપ્યો હતો, જેને પાકિસ્તાને વિના વિકેટે હાંસિલ કરી લીધો હતો. આખી મેચમાં પાકિસ્તાને ભારતે દરેક છેડે પછડાટ આપ્યો હોય બેટિંગ હોય બોલિંગ હોય કે પછી ફિલ્ડિંગ હોય. મેચ બાદ પ્રેસ કોન્ફરન્સમાં વિરાટ કોહલીએ જણાવ્યુ હતુ કે ક્રિકેટ મેચમાં હાર જીત થતી હોય છે જે ટીમ ટીમવર્કથી રમે તેને જીત હાંસિલ થતી હોય છે પાકિસ્તાન સારુ રમ્યુ તો તેનો ક્રેડિટ તેને મળવ્યો જોઈએ. ભારતની હારનુ મુખ્યકારણ તેને પ્રથમ ત્રણ વિકેટને ગણાવી હતી. કેપ્ટન કોહલીએ સ્પષ્ટ કહ્યુ કે ત્રણ વિકેટ ગુમાવ્યા બાદ મેચમાં કમ બેક કરવુ અઘરુ હતુ.
Yes…INDIA WON 🇮🇳 pic.twitter.com/giJU9lZP3n
— sonu sood (@SonuSood) October 25, 2021
વિરાટ કોહલીની પ્રસંશા ફક્ત ક્રિકેટ રસિકો નહી પરંતુ બોલીવૂડ સેલિબ્રીટી પણ કરવા લાગ્યા છે. કોરાના કાળમાં સેવાકીય પ્રવૃત્તિઓ કરીને દેશમાં પોપ્યુલર બની જનારા સોનુ સુદે ટ્વિટ કરીને કોહલીની આ સ્પોર્ટમેનશીપના વખાણ કર્યા હતા. અને લખ્યુ હતુ કે “YES INDIA WON”