દ્વારકાના ઓખા બંદરથી માછીમારી કરવા ગયેલી બોટ ભારતીય સીમામાં હોવા છતાં પણ પાકિસ્તાન મરીન એજન્સીઓએ ગોળીબાર કર્યો. જેમાં એક માછીમારનુ મૃત્યુ થયુ અને એર માછીમાર ગંભીર રીતે ઘાયલ થઈ ગયા છે.
જલપરી નામની બોટ પર પાકિસ્તાન મરીન ઘાયલ અને મૃતક માછીમારના મૃતદેહને ઓખા બંદર પર લાવવામાં આવ્યા છે. ઘાયલ માછીમારને સારવાર અર્થે નજદીકના હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા છે. આ સાથે મૃતક માછીમારના શરીરને ઓખા મરીન પોલીસ દ્વારા પોસ્ટમોર્ટમ માટે દ્વારકા ખસેડાયો હતો. અને ઘાટલ માછીમારને સારવાર બાદ જામનગર તેના પરિવાર પાસે મોકલી દેવામાં આવ્યા છે. જે માછીમારનું પાકિસ્તાન મરીન ફાયરિંગમાં મૃત્યુ થયુ છે તેમનું નામ નટુ સોલંકી છે તેઓ વણાંકબારા દીવના રહેવાસી છે.
પાકિસ્તાન LOC સાથે સાથે જળસીમામાં પણ પોતાની અવળચંડાઈ છોડી રહ્યુ નથી. ગયા વર્ષે એપ્રિલ મહિનામાં ગુજરાતની સમુદ્ર સીમામાં પાકિસ્તાન મરીન પોલીસે બે ભારતીય બોટ પર ખુલ્લે આમ ફાયરિંગ કરી દીધુ હતુ. જે સમયે ફાયરિંગ કરવામાં આવ્યુ તે સમયે બોટમાં 8 માછીમારો હતા. ફાયરિંગમાં ઉત્તરપ્રદેશમાં રહેવાવાળો એક વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ પણ થઈ ગયો હતો. આ બંન્ને બોટ પણ ભારતીય સીમામાં જ હતી અને પાકિસ્તાન મરીન પોલીસે બંન્ને બોટો પર ફાયરિંગ કરી દીધુ હતુ