ટી-20 વર્લ્ડકપમાં પાકિસ્તાને ભારતને હરાવીને ઇતિહાસ રચી દીધો છે. બાબર આઝમ અને મોહમ્મદ રિઝવાનની જોડીની મદદથી પાકિસ્તાને 10 વિકેટથી જીત હાંસલ કરી છે અને આ સાથે 29 વર્ષનો રેકોર્ડ તૂટ્યો હતો. ભારત આ અગાઉ ક્યારેય પાકિસ્તાન સામે વર્લ્ડકપમાંથી હાર્યું નહોતું
ભારતના આ રેકોર્ડ પર જે ખાસ ‘મૌકા-મૌકા’ એડ બની હતી જેનો અંત આવી ગયો છે. સોશિયલ મીડિયા પર લોકો આ વાતનો ઉલ્લેખ કરી રહ્યા છે કે હવે તો ક્યારેય ‘મૌકા-મૌકા’ આવશે નહીં. કારણ કે રેકોર્ડ જ બદલાઇ ગયો છે. નોંધનીય છે કે 2015ના વર્લ્ડકપ બાદથી જ ‘મૌકા-મૌકા’ એડ સતત ચર્ચામાં રહી છે અને ભારત પાકિસ્તાન જ્યારે પણ વર્લ્ડકપમાં સામ સામે ટકરાય ત્યારે આ જાહેરાત ખૂબ ચર્ચામાં રહેતી હતી.
Perfect time to bring no issue lelo tissue back. 😎 pic.twitter.com/JP8KZ0gTuT
— 🌻 (@xyzmariaa) October 24, 2021
હવે જ્યારે ભારત પાકિસ્તાન સામે હારી ગયું છે ત્યારે જવાબી એડ આવી ગઇ છે. આ એડમાં ભારતની હાર બાદ ભારતીય ફેન્સને નિરાશ બતાવવામાં આવ્યો છે. બાદમાં પાકિસ્તાની ફેન્સ આવે છે અને તેને આંસૂ લૂંછવા માટે ટિશ્યૂ આપે છે. જોકે, આ એડ 2017ની ચેમ્પિયન ટ્રોફીની ફાઇનલના સમયની છે જે હાલમાં ફરી ટ્રેન્ડ થઇ રહી છે.