spot_img

પાકિસ્તાની પાયલોટે અધવચ્ચે ફ્લાઇટ ઉડાવવાનો કર્યો ઇનકાર, મુસાફરોના જીવ તાળવે ચોટ્યા

પાકિસ્તાનના એક પાયલોટે સાઉદી અરબના પાટનગર રિયાધથી એક વિમાનને ઇસ્લામાબાદ લાવવાનો ઇનકાર કર્યો હતો. પાયલોટનું કહેવુ હતુ કે તેને ડ્યૂટીની ટાઇમિંગ પૂર્ણ થઇ ગઇ છે અને તે વિમાન નહી ઉડાવે.

પાકિસ્તાન ઇન્ટરનેશનલ એરલાઇન્સ (PIA)ના પાયલોટે વિમાનને મુસાફરી વચ્ચે જ ઉડાવવાનો ઇનકાર કરી દીધો હતો જે બાદ વિમાનમાં સવાર મુસાફર ભડકી ગયા હતા અને તેમણે વિરોધમાં કહ્યુ કે તે વિમાનમાંથી નથ ઉતરે.

પાકિસ્તાનના અખબાર ધ એક્સપ્રેસ ટ્રિબ્યૂન અનુસાર, PIA તંત્રએ જણાવ્યુ કે પીકે-9754એ સાઉદી અરબના પાટનગર રિયાધથી ઉડાન ભરી હતી પરંતુ ખરાબ હવામાનને કારણે દમ્મમમાં ઉતરી ગયુ હતુ. ફ્લાઇટના કેપ્ટને ત્યારે વિમાનને ઇસ્લામાબાદ લઇ જવાનો ઇનકાર કરી દીધો અને કહ્યુ કે તેની ડ્યૂટીનો સમય પૂર્ણ થઇ ગયો છે.

કેપ્ટનની આ વાતથી ગુસ્સે થઇને મુસાફરોએ વિરોધમાં વિમાનમાંથી ઉતરવાનો ઇનકાર કરી દીધો હતો. સ્થિતિને નિયંત્રણમાં કરવા માટે એરપોર્ટ સિક્યુરિટી બોલાવવી પડી હતી.

PIAના પ્રવક્તાએ કહ્યુ કે ફ્લાઇટની સુરક્ષા માટે ઉડાન ભર્યા પહેલા પાયલોટો માટે યોગ્ય આરામ કરવુ જરૂરી છે, માટે તેના હિસાબથી વ્યવસ્થા કરવામાં આવી હતી. PIA તરફથી સાઉદી અરબ માટે ડાયરેક્ટ વિમાનની સેવા નહતી. નવેમ્બરમાં PIAએ જાહેરાત કરી હતી કે તે સાઉદી અરબ માટે પોતાની ફ્લાઇટનો વિસ્તાર કરી રહ્યુ છે. પ્રવક્તા અનુસાર PIAની ઉડાન ઇસ્લામાબાદ, કરાચી, લાહોર, મુલ્તાન અને પેશાવર સહિત પાકિસ્તાનના વિવિધ શહેરમાંથી રવાના થશે.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

528FansLike
476FollowersFollow
360FollowersFollow

Latest Articles