ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની પરીક્ષા પછી સૌરાષ્ટ્ર યૂનિર્સિટીમાં બીકોમ-3ની પરીક્ષાનું અર્થશાસ્ત્રનું પેપર લીક થયુ હતુ. પેપર લીક થયા બાદ ઉપકુલપતિએ પરીક્ષા રદ કરવાની જાહેરાત કરી હતી.
આગામી દિવસોમાં ફરીથી પરીક્ષા લેવામાં આવશે. યૂનિવર્સિટી પોલીસે ફરિયાદના આધારે ત્રણ શકમંદ શખ્સોની ધરપકડ કરી હતી.
સૌરાષ્ટ્ર યૂનિવર્સિટી પોલીસે પ્રશ્નપત્ર ફોડવાના કેસમાં ત્રણ શંકાસ્પદ શખ્સોને ઝડપી પાડ્યા છે. આ કેસમાં પોલીસ સઘન તપાસ કરી રહી છે. આપના સ્થાનિક આગેવાનો દ્વારા કુલપતિને આવેદનપત્ર આપવામાં આવતા યૂનિવર્સિટી રોડ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી.
ગીતાંજલી કોલેજના 88 વિદ્યાર્થીના બનેલા લવલી યારો ગ્રુપમાં જે નંબર પરથી પેપર વાયરલ થયું તે વ્યક્તિની અટકાયત કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર યુનિ.માં બી.કોમ-3ની પરીક્ષા અત્યારે ચાલી રહી છે. પરીક્ષા નિયામક કાયમી નહી હોવાથી લાયબ્રેરીયનને પરીક્ષાનો વિભાગનો હવાલો સોંપવામાં આવ્યા હતો. આમઆદમી પાર્ટીના આગેવાનોએ બીકોમ-3ની પરીક્ષાનું પેપર 10થી 12.30 દરમિયાન પુરૂ થયા બાદ બપોરે 2 વાગ્યે કુલપતિને રૂબરૂ મળી પ્રશ્ન પેપરની નકલ સાથે આવેદનપત્ર આપ્યું હતું.
[…] […]