શાહરૂખ ખાનની કુછ કુછ હોતા હૈ ફિલ્મ જેમને જોઈ છે. તે લોકો છોટે સરદાર પરજન દસ્તુરને ન ઓળખે તેવું ન બને. જો કે 1998 ની સાલમાં આવેલી ફિલ્મમાં છોટે સરદારના નામથી પોપ્યુપલ બનેલા પરજન દસ્તુર શકલ આખી બદલાઈ ગઈ છે. ઘણાં લોકોના સવાલો હશે. જેના જવાબો હવે સામે આવી ગયા છે. આ વીડિયો જોઈએ તમે પણ નહી માનો કે આ એજ ટેણિયો છે જે ફક્ત બે જ વાક્યોમાં સુપર હીટ થઈ ગયો હતો.
સોશિયલ મીડિયા પર પરજન છવાયો
પરજન દસ્તુરની તસવીરો સોશ્યલ મીડિયામાં જોરદાર વાયરલ થઈ છે. વાયરલ તસવીરો જોઈને ચાહકોને વિશ્વાસ નથી થઈ રહ્યો. નાનો સરદાર એટલો મોટો થઈ ગયો છે કે ઓળખવો પણ મુશ્કેલ બની ગયો છે. પરજનના લગ્ન પણ થઈ ગયા છે. પરનાઝે આ વર્ષમાં જ ડેલ શ્રોફ સાથે લગ્ન કર્યા હતા. તેમની પત્ની પણ સોશ્યલ મીડિયામાં ખૂબ જ એક્ટિવ રહે છે અને ફોટોઝ અને વીડિયો પણ શેર કરતી રહે છે. પરજન અત્યારે ફિલ્મોમાં ઓછા દેખાય છે. જો એકાદ ફિલ્માં દેખાય તો પણ તેમને કોઈ ઓળખી નહી દેખાડે.
પરજન મોટી મોટી ફિલ્મોમાં કરી ચુક્યો છે કામ
પરજને એક જ નહી પણ અલગ અલગ ફિલ્મોમાં કામ કરી ચૂક્યો છે. જો કે તેને ફક્ત એક જ ફિલ્મે સ્ટાર બનાવી દીધો હતો.કુછ કુછ હોતા હૈ ફીલ્મમાં તારા ગણતો સરદાર તરીકે ફેમસ થઈ ગયો હતો. કુછ કુછ હોતા હે સિવાય કહોના પ્યાર હૈ, મહોબ્બતે, ઝુબૈદા, કભી ખુશી કભી ગમ, હાથી કા અંડા, હમ તુમ, જેવી ફિલ્મોમાં કામ કરી ચૂક્યો છે.