નવું વર્ષ 2022 શરૂ થઈ ગયું છે પરંતુ આ વર્ષે પણ કોરોનાએ લોકોનો પીછો નથી છોડ્યો. છેલ્લા 2 વર્ષમાં કોરોનાનાં કારણે ઘણા લોકોને નાણાકીય સંકટનો સામનો કરવો પડ્યો છે. તેથી જરૂરી છે કે નવા વર્ષમાં નાણાકીય સંકટથી બચવા માટે આ વર્ષે કેટલીક સારી આદતો અપનાવી જોઈએ. જેને અપનાવીને તમે આ વર્ષે નાણાકીય સંકટથી બચી શકો છો.
કોઈપણ પ્રકારની નાણાકીય સમસ્યાનો સામનો કરવા માટે નાણાકીય અનુશાસન જરૂર છે. તમારે તમારા માનસિક ખર્ચાઓ માટે એક બજેટ તૈયાર કરવું જોઈએ અને મહિનાના અંતમાં વાસ્તવિક ખર્ચાની સાથે બજેટની તુલના કરવી જોઈએ.
ઈમર્જન્સી સિવાય ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરવાનું ટાળો. તે તમને તમારી મર્યાદાની અંદર ખર્ચ કરવા અને કોઈપણ દેવાની જાળમાં ફસાવવાથી બચાવશે. જો કોઈ કારણોસર તમે આર્થિક સંકટનો ભોગ બનો છો તો આવી સ્થિતિનો સામનો કરવા માટે તમારે તમારા ઘર ખર્ચ માટે ઓછામાં ઓછા 3 મહિના માટે જરૂરી રકમ એક ઈમર્જન્સી ફંડમાં રાખવી જોઈએ. આ ફંડ તમે બેંકના સેવિંગ અકાઉન્ટ અથવા મ્યુચ્યુઅલ ફંડની લિક્વિડ ફંડમાંથી બનાવી શકો છો. આ ફંડનો ઉપયોગ માત્ર ઈમર્જન્સીમાં જ કરવો.
કોરોનાકાળે લોકોને મેડિકલ ઈન્શ્યોરન્સનું મહત્ત્વ સમજાવી દીધું છે. આર્થિક સંકટના સમયમાં જો તમે અથવા તમારા પરિવારની સામે કોઈ મેડિકલ ઈમર્જન્સીની સ્થિતિ આવે છે તો તમે હેલ્થ પોલિસીના આધારે તેને સરળતાથી દૂર કરી શકશો. મંથલી રોકાણ અથવા સિસ્ટમેટિક ઈન્વેસ્ટમેન્ટ પ્લાન (SIP) જરૂરી છે. તેના દ્વારા તમે સરળતાથી ભવિષ્યની જરૂરિયાતોને લઈને ફંડ તૈયાર કરી શકશો. ક્યારે પણ તમારા બધા પૈસાનું એક જ જગ્યાએ રોકાણ ન કરવું જોઈએ. તમારે તમારા પોર્ટફોલિયોમાં વિવિધતા રાખવી જોઈએ