દેશના સૌથી મોટા આઇપીઓ ‘Paytm IPO’નું આવતીકાલે એલોટમેન્ટ થશે. પેટીએમ આઇપીઓ 8 નવેમ્બરથી 10 નવેમ્બર વચ્ચે ખુલ્યો હતો. પેટીએમ આઇપીઓના શેરનું લિસ્ટિંગ 18 નવેમ્બરે થશે.
Paytm IPO 15 November allotment: જો તમે આ પેટીએમ આઇપીઓમાં એપ્લાય કર્યું છે તો 15 નવેમ્બરે ચેક કરી શકો છે કે આઇપીઓ એલોટમેન્ટમાં શેર મળ્યા છે કે નહી. જો શેર એલોટ નહી થયા હોય તો બીજા દિવસે પૈસા રિફંડ થઇ જશે. આ રીતે તમે ઘરે જ બેઠા જાણી શકશો કે તમને પેટીએમ આઇપીઓના શેર એલોટ થયા છે કે નહીં.
Paytm IPOની રજીસ્ટ્રાર કંપની Link Intime India Private Limited है. તમે https://www.linkintime.co.in/IPO/public-issues.html લિંક પર ક્લિક કરીને એલોટમેન્ટ જોઇ શકો છો.
આ લિંક પર ક્લિક કર્યા બાદ ડ્રોપબોક્સમાં એ આઇપીઓનું નામ સિલેક્ટ કરો જેનું એલોટમેન્ટ સ્ટેટ્સ ચેક કરવા માંગો છો. બાદમાં તમારો આઇપીઓ એપ્લીકેશન નંબર, ક્લાયન્ટ આઇડી અથવા પાન નંબર મારફતે ચેક કરી શકો છે. તે સિવાય બીએસઇની વેબસાઇટ (https://www.bseindia.com/investors/appli_check.aspx) પર જઇને પણ આઇપીઓ એલોટમેન્ટ સ્ટેટ્સ જાણી શકો છો. આ લિંક પર ક્લિક કર્યા બાદ Status of Issue Applicationનું એક પેજ ઓપન થશે. જેના પર ઇક્વિટીનો ઓપ્શન સિલેક્ટ કરો