મીત સોનીનો અહેવાલ
આપણે મનોરંજ માટે રૂપિયા ખર્ચતા હોઇએ છીએ અને તેમ છતાં આપણને મજા નથી આવતી, તો ક્યારેક આપણને મફતમાં પણ મનોરંજ મળતું હોય છે જે આપણને ખૂબ ગમે છે. અમદાવાદમાં રીક્ષા ચલાવતા એક કાકા વાંસળી વગાડી લોકોનું મનોરંજન કરે છે. સાંભળીને તમને નવાઇ લાગી પણ જો તમે એકવાર તેમને વાંસળી વગાડતા સાંભળી જાવ તો તમે પણ તેમના ટેલેન્ટના દિવાના બની જશો.
આ કાકાનું નામ બલદેવજી ઠાકોર છે અને તેઓ છેલ્લા પાંચ વર્ષથી અમદાવાદમાં રીક્ષા ચલાવે છે. સાથે જ પોતાનો શોખ પૂરો કરવા માટે વાંસળી વગાળે છે. તેમના સુર એટલા મીઠા હોય છે કે મુસાફરો દુરદુરથી તેમની રીક્ષામાં સવારી કરવા અને વાંસળીના મીઠા સુર સાંભળવા આવતા હોય છે. તો બલદેવજીનું કહેવું છે કે તેમનો શોખ અને મુસાફરોનું મનોરંજન બંને થઇ જાય છે અને તેમનો અને મુસાફરનો દિવસ સુધરી જાય છે અને અમાં જ તેઓ ખૂશ છે.