આપણે જ્યારે કોઇ વ્યક્તિને ઓછા સમયમાં વધુ સફળતા મેળવતા જોઇએ છીએ ત્યારે આપણે કહીએ છીએ કે તેનું નસીબ ખૂબ સારુ છે. જોકે, સફળતા ફક્ત નસીબ જ નહી પરંતુ સાચી દિશામાં તનતોડ મહેનત અને દૃઢ સંકલ્પ અને આત્મવિશ્વાસ પર નિર્ભર હોય છે. જોકે, નસીબ સારુ હોય તો તમારુ કામ સરળ થઇ જતું હોય છે.
જો નસીબ સારુ ના હોય તો ઘણીવાર અનેક લોકો અનેક પ્રયાસો છતાં નિષ્ફળતા મેળવે છે. તેઓને અપાર મહેનત છતાં સફળતા મળતી નથી. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જેની કુંડળીમાં ગુરૂ, મંગળ અને શનિ શુભ સ્થિતિમાં હોય તેવા લોકો કુંડળીમાં સફળતાના યોગ લઈને જ જન્મે છે.
જેની કુંડળીમાં શનિ શુભ હોય તેમને ઝડપથી સફળતા મળે છે. ગુરૂ અને મંગળ વ્યક્તિને સફળતા મેળવવા માટે જરૂરી શક્તિ અને હોશિંયારી આપે છે. બાર રાશિઓમાંથી ત્રણ રાશિઓ એવી છે જેમનામાં આ પ્રકારની તમામ ખુબીઓ હોય છે.
આવા લોકો જીવનમાં સફળતા ઉપરાંત સુખ સમૃદ્ધિ, ધન-પ્રતિષ્ઠા વગેરે બધુ જ મેળવે છે. મેષ રાશિ ધરાવતા લોકોમાં લીડરશીપની ગજબ ક્ષમતા, પોતાના કામ અને સ્વભાવમાં ખૂબ જ ઇમાનદાર હોય છે. તેમનો આત્મવિશ્વાસ અદભૂત હોય છે. તે સફળ થવા માટે પ્રયત્નોમાં કોઈ કસર નથી છોડતા. તેમનો તેમની લાગણી પર સારો કંન્ટ્રોલ હોય છે. પરંતુ તેમનો વ્યવહાર કેટલીક વાર લોકોને ખટકે છે.આવા લોકો પ્રભાવશાળી નેતા અને વૈજ્ઞાનિક પણ બની શકે છે.
ધન રાશિના લોકો માટે કાંતિકારી સ્વભાવ જ તેમની સફળતાનો માર્ગ છે. તેમનામાં ડિસિપ્લિનનું ગજબ મહત્વ હોય છે. આ જ કારણે તે પોતાના નિયમો જાતે જ બનાવવાનું પસંદ કરે છે અને બીજા પણ આવુ કરે તેવી આશા રાખે છે. તે સેલ્ફ મેડ એટલે કે જાત મહેનતે આગળ આવેલી વ્યક્તિ તરીકે ઓળખ બનાવવાનું પસંદ કરે છે. આ જ સ્વરૂપમાં તે પોતાની જાતને સમાજમાં સ્થાપિત કરે છે.
મકર રાશિ ધરાવતા લોકોને જીવનમાં કોઈપણ ચીજ માટે આશા રાખવી પડતી નથી. પારિવારિક ખુશીથી માંડીને પ્રતિષ્ઠા-સન્માન, ધન-વૈભવ દરેક ચીજ તેમને મળે છે. તેમનામાં જન્મથી જ એવા ગુણો હોય છે જે તેમને સફળતા અપાવે છે.
તે કોઈપણ ક્ષેત્રમાં જાય તેમાં સફળતા મેળવે છે. તે પ્રભાવશાળી વક્તા, ભરપૂર આત્મવિશ્વાસ હોય છે.