દેશમાં આગામી સમયમાં 5 રાજ્યોની ચુંટણી(Election2022)યોજાશે. કોરોનાની સાથે સાથે ચુંટણીની ગરમાવો વધી રહ્યો છે. ઘણાં એવાં વિસ્તારો છે. જ્યાં ઉમેદવારી પત્રકો પણ ભરવાની શરૂઆત થઈ ગઈ છે. બધાની વચ્ચે આગ્રાનો (Agra)એક વ્યક્તિ જોરદાર ચર્ચામાં છે. જેનું નામ છે હસનુરામ અંબેડકરી(Hasnuram Ambedkari) જેઓ આ વખતે પણ ચુંટણી લડીને અનોખો રેકોર્ડ બનાવવા જઈ રહ્યા છે.
હસનુરામ કોઈપણ એક પાર્ટીમાંથી ટીકિટ મળે અને ચુંટણી જીતે તેનો દરેક સંભવ પ્રયત્ન કરે છે. સ્થાનિક ચર્ચાઓ પ્રમાણે તે 100 વાર ચુંટણી રેકોર્ડ બનાવવા માંગે છે. ઉત્તરપ્રદેશના ખેડાગઢથી હસનુરામ ઉમેદવારી પત્ર ભર્યુ છે. અને ફરી એકવાર હારવા માટ તેમણે પોતાની મહેનત શરૂ કરી છે.
હસનૂરમ મનરેગા અંતર્ગત ખેતજમુરી કરી પોતાનું જીવન નિર્વાહ કરે છે. તેમની પાસે મનરેગા જોબ કાર્ડ છે. તેમણે શાળાકીય શિક્ષણ મેળવ્યું નથી પરંતુ તે અંગ્રેજી, હિન્દી અને ઉર્દૂ કેવી રીતે વાંચવું અને લખવું તે જાણે છે. તેઓ ઓલ ઈન્ડિયા બેકવર્ડ એન્ડ માઈનોરીટી કોમ્યુનિટી એમ્પ્લોઈઝ ફાઉન્ડેશનના સભ્ય છે.1985ની સાલથી હસનૂરમ લોકસભા, વિધાનસભા, પંચાયત જેવી ઘણી ચૂંટણીઓમાં ઉભા રહ્યા અને નિષ્ફળતા મેળવી.
હસનુરામ કહે છે કે હું ફક્ત હારવા માટે જ દરેક ચુંટણીમાં ભાગ લઉં છુ. કારણ કે જીતનારને તો સૌ ભૂલી જાય છે. જેના લઈને હું 100 વાર હારવા માંગુ છુ. અને મારા નામે રેકોર્ડ બનાવવા માંગુ છુ. હુ એ નથી જોતો કે મારી સામે કોણ ઉભુ છે. કારણ કે હું આંબેડરજીની વિચારધારા અંતર્ગત ચાલુ છુ.
અત્યાર સુધી હસનૂરમે જીતવા માટે ચૂંટણી લડી છે, જેમાં 1989ની લોકસભા ચૂંટણીમાં ફિરોઝાબાદ બેઠક પરથી સૌથી વધુ મત મળ્યા હતા. આ ચૂંટણીમાં તેમને 36,000 વોટ મળ્યા હતા. પોતાની પત્ની અને અન્ય સમર્થકો સાથે હસનૂરમે ઘરે-ઘરે પ્રચાર શરૂ કરી દીધો છે.
આ પ્રકારે રેકોર્ડ બનાવવા માટે કેવી રીતે વિચાર આવ્યો તે મામલે વાત કરતાં તેઓ જણાવે છે, કે એક વખત એક પાર્ટી પાસે તેમણે ટીકિટ માંગી. ત્યારે તેમણી ખુબ મઝાક કરવામાં આવી હતી. અને ત્યાં સુધી કહેવાયુ હતુ કે તને તારી પત્ની પણ વોટ ન આપે. ત્યારથી તેઓ અપક્ષ ઉમેદવારી કરી દરેક ચુંટણી લડે છે.