નવી દિલ્હીઃ દેશ અને રાજ્યોમાં છેલ્લા કેટલાંક મહિનાઓથી પેટ્રોલ અને ડિઝલના ભાવોએ બધાના ખિલ્લા ખાલી કરી દીધા છે હજુ પણ ભાવો સતત વધી રહ્યા છે એમાં પણ ખાસ કરીને મેગા સીટીમાંતો જાણ પેટ્રોલ સોનુ ચાંદી હોય તેમ રોજ સવારે લોકો ઉઠીને તેના ભાવો જાણવા માટે પડા પડી કરે છે.
દેશમાં જ્યા પેટ્રોલ 100 ને પાર છે ત્યારે જેટ ફ્યુલ ફક્ત 79 રૂપિયે પ્રતિલીટરમાં મળે છે. જેની તુલના પેટ્રોલ સાથે કરવામાં આવે તો પેટ્રોલ કરતાં જેટ ફ્યુલ 33 ટકા સસ્તુ વેચાય છે. જેટ ફ્યુલ આમ તો વિમાન ચલાવાવા માટે ઉપયોગમાં લેવામાં આવે છે, આ ફ્યુલ પેટ્રોલ ડિઝલ જેવું જ હોય છે પણ તેને સામાન્ય વાહન જેવા કે બાઈક કે કારમાં ઉપયોગમા નથી લઈ શકાતુ.
ત્યારે પ્રશ્ન ત્યાં ઉભો થાય છે કે જેટ ફ્યુલ પેટ્રોલ અને ડિઝલની તુલનામાં શા કારણે આટલુ સસ્તુ મળી રહ્યુ છે? તમને જણાવી દઈએ કે જેટ ફ્યુલ પર પેટ્રોલ અને ડિઝલ કરતાં ઓછો ટેક્સ લાગે છે, અત્યારે પેટ્રોલ પર 60 ટકા ટેક્સ લાગે છે તો ડિઝલ પર 54 ટકા ટેક્સ લાગે છે. અત્યારે કેન્દ્ર સરકાર પેટ્રોલ પર 32.80 રૂપિયા અને ડિઝલ પર 31.80 રૂપિયા ટેક્સ લે છે આના બાદ રાજ્ય સરકાર પોતાના ખર્ચાના આધારે ટેક્સ લગાવે છે અને અંતમાં પેટ્રોલ અને ડિઝલનો રીટેલ ભાવ નક્કી થાય છે અને તે ગ્રાહકોને ચુકવીને ખરીદવુ પડે છે.
જેની તુલનામાં જેટ ફ્યુલ ફક્ત 79 રૂપિયે પ્રતિલિટરના દરેથી મળે છે, રાજ્ય અને કેન્દ્ર સરકારો આના પર પણ ટેક્સ તો વસુલે છે કેન્દ્ર સરકાર 11 ટકા અને જ્યારે વેટ નો દર 0 થી લઈને 30 ટકા સુધીમાં નક્કી થાય છે. જેના કારણે જેટ ફ્લુયલ સસ્તુ છે, ઉપરાંત ફક્ત વિમાનોમાંથી વપરાતુ હોવાથી તેની માંગ પ્રમાણમાં ઓછી હોય છે જેનાથી જેટ ફ્યુલ પેટ્રોલ અને ડિઝલ કરતાં પણ સસ્તુ છે. પેટ્રોલ અને ડિઝલના ભાવ વધારા પર આગામી સમયમાં જનતાને જરા પણ રાહત મળવાનુ દેખાઈ રહ્યુ નથી અત્યારે અંતરરાષ્ટ્રીય સ્તરે ક્રુડ ઓઈલ ના પ્રતિ બેરલની કિંમત 86 ડોલર છે, અને અંતરરાષ્ટ્રીય સ્તરના ભાવ વધારાની અસર 20 થી 25 દિવસ બાદ દેખાડે છે