ઋષિ કપુરના નિધનબાદ તેમની પત્ની નીતૂ કપૂર ઘાણા મહિનાઓ પછી નોર્મલ થતી દેખાઇ રહી છે. નીતૂ કપૂરને તેના આ દુખને ભુલાવવા માટે તેમના મિત્રો અને પરિવારે ઘણો સપોટ્ કર્યો છે. નીતૂ કપૂર થોડા સમયથી પોતાના ફેન્સ માટે સોશિયલ મીડિયામાં તસવીરો શેર કરતી રહે છે, ત્યારે હાલમાં જ આવી જ એક તસવીર નીતૂ કપૂરે શેર કરી છે, જેને લોકો ખૂબ પસંદ કરી રહ્યા છે.
નીતૂ કપૂરે હાલમાં શેર કરેલી તસવીરમાં પેસ્ટલ શેડના સલવાર-સૂટ અને હાથમાં મહેંદી લગાવેલ જોવા મળી રહી છે. આ તસવીરબાદ સોશિલય મીડિયા પર લોકો તેને ખૂબ પસંદ કરી રહ્યા છે. સાથે રણબીર કપૂરની ગર્લફ્રેન્ડ અલીયા ભટ્ટે પણ નીતૂ કપૂરની તસવીર પર કોમેન્ટસ કરી હતી. અને પોતાની થનારી સાસુના ફોટાને ક્યુટ કહ્યો હતો. નીતૂ કપૂરની આ મીરર સેલ્ફી પર આલિયા સિવાય સોનાલી બેન્દ્રે પણ કોમેન્ટ કરી હતી.