ગાંધીનગર: રાજ્યમાં પોલીસ ભરતી માટે તૈયારી કરી રહેલા ઉમેદવારોને લઇને મોટા સમાચાર આવ્યા છે. આ ઉમેદવારો માટે રાજ્યમાં કમોસમી વરસાદ વિઘ્ન બન્યો છે. એલઆરડી ભરતી બોર્ડનાં ચેરમેન હસમુખ પટેલે ટ્વીટ કરીને જાણકારી આપતાં કહ્યું હતું કે કમોસમી વરસાદના કારણે પોલીસ હેડ કવાર્ટર, ભરૂચ તથા SRPF ગૃપ-૧૧, વાવ-સુરત ખાતે પો.સ.ઇ. / લોકરક્ષકની તા.૦૩/૧૨/૨૦૨૧ અને તા.૦૪/૧૨/૨૦૨૧ ના રોજ લેવાનાર શારિરીક કસોટી મોકુફ રાખવામાં આવેલ છે. ઉમેદવારોને શારિરીક કસોટીની નવી તારીખ પછી જણાવવામાં આવશે.
કમોસમી વરસાદના કારણે પોલીસ હેડ કવાર્ટર, ભરૂચ તથા SRPF ગૃપ-૧૧, વાવ-સુરત ખાતે પો.સ.ઇ. / લોકરક્ષકની તા.૦૩/૧૨/૨૦૨૧ અને તા.૦૪/૧૨/૨૦૨૧ ના રોજ લેવાનાર શારિરીક કસોટી મોકુફ રાખવામાં આવેલ છે. ઉમેદવારોને શારિરીક કસોટીની નવી તારીખ પછી જણાવવામાં આવશે