કાનપુરમાં કરોડો રૂપિયાની કાળી કમાણી મામલે ધરપકડ કરાયેલા પીયૂષ જૈને પોતાના પૈસા પરત આપવાની માંગ કરી છે. પીયૂષ જૈને આ મામલે એક અરજી દાખલ કરી છે. રંજય સિંહ અનુસાર આ અરજીમાં પીયૂષ જૈને સ્પષ્ટ કહ્યુ છે ‘મારી ઉપર ટેક્સ ચોરી અને પેનલ્ટી સહિત 52 કરોડ રૂપિયાનો ટેક્સ બને છે, એવામાં ડિરેક્ટર ઓફ જીએસટી ઇન્ટેલિજન્સ (ડીજીજીઆઇ) 52 કરોડ રૂપિયા કાપીને બાકી રકમ મને પરત કરી દે.’ પીયૂષ જૈન 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં કાનપુર જેલમાં બંધ છે.
ડીજીજીઆઇએ ખુદ આ વાત માની છે કે પીયૂષ જૈનના ઠેકાણા પરથી મળેલા પૈસા ટેક્સ ચોરીના છે. ડીજીજીઆઇના વકીલ અંબરીશ ટંડને 29 ડિસેમ્બરે કોર્ટને જણાવ્યુ કે પીયૂષ જૈને જણાવ્યુ કે જૈનના ઘરમાંથી જે પૈસા મળ્યા છે, આ ટેક્સ ચોરીની રકમ છે. જપ્ત રકમને 42 બોક્સમાં રાખીને બેન્કમાં જમા કરવામાં આવી છે. ટંડન અનુસાર કાનપુરમાં રેડ દરમિયાન 177 કરોડ 45 લાખ રૂપિયા જપ્ત કરવામાં આવ્યા હતા જેને બે વખત સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયામાં જમા કરાવવામાં આવ્યા છે. ટંડને એમ પણ જણાવ્યુ કે બેન્કમાં જમા રકમને ભારત સરકારના નામથી એફડી કરાવવા માટે ડીજીજીઆઇ તરફથી લેટર આપવામાં આવ્યો છે.
જ્યારે અંબરીશ ટંડનને પૂછવામાં આવ્યુ કે શું પીયૂષ જૈનને ફાયદો પહોચાડવા માટે ડીજીજીઆઇએ જપ્ત રકમને તેના બિઝનેસનો ટર્નઓવર માન્યો છે? ટંડને કહ્યુ, એવુ નથી. પીયૂષ જૈને કાનપુરમાં ત્રણ કંપની બનાવી હતી, તેને પોતના નિવેદનમાં સ્વીકાર કર્યુ છે કે મે આ કંપની દ્વારા ચાર વર્ષમાં ગુપ્ત રીતે પાન મસાલા કંપાઉન્ડ વેચ્યુ હતુ, તેને માલ કોની પાસેથી ખરીદ્યો, કોને વેચ્યો તેનો ખુલાસો કર્યો નથી જેનાથી સાબિત થાય છે કે તેને ટેક્સ ચોરી દ્વારા રકમ જમા કરી છે. અમે 32 કરોડ રૂપિયાનો ટેક્સ બનાવ્યો છે, પેનલ્ટી મળીને કુલ 52 કરોડ રૂપિયાની દેનદારી બને છે.
ટંડને એમ પણ જણાવ્યુ કે પીયૂષ જૈન વિરૂદ્ધ તપાસ ચાલી રહી છે. કન્નૌજમાં તેના ઠેકાણાથી કેટલા પૈસા મળ્યા હજુ તેની ડિટેલ નથી આવી. અત્યાર સુધી પીયૂષ જૈનના સાત ઠેકાણા પર રેડ કરવામાં આવી છે જ્યા ટેક્સ ચોરી મળી છે.
પીયૂષ જૈન પર ડીઆરઆઇ એટલે રાજસ્વ જાસુસી નિર્દેશાલયે પણ કાર્યવાહી શરૂ કરી દીધી છે. એજન્સીએ પીયૂષના ઘરથી 23 કિલો સોનાની જપ્તી પર કસ્ટમ એક્ટ હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો છે. ડીઆરઆઇની શરૂઆતની તપાસમાં જપ્ત થયેલા સોનાનું સ્વિત્ઝરલેન્ડ કનેક્શન નીકળી રહ્યુ છે, આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે જપ્ત સોનું ગેરકાયદેસર રીતે તસ્કરી કરીને મંગાવવામાં આવ્યુ હતુ.