વિચારો કોઈ દેશ આપણને રહેવા માટે પૈસા આપતો હશે.જી હા,દુનિયામાં ઘણાં એવા દેશો છે જે રહેવા માટે લોકોને સામેથી પૈસા આપે છે. દુનિયામાં જનસંખ્યા કૂદકે ને ભૂસકે વધી રહી છે વિદેશ જવાનું વિચારતા ઘણા લોકો એવા હોય છે એવા દેશમાં જાય જે તમામ સુવિધા મળી અને નોકરી પણ મળી જાય.
થાઈલેન્ડ
એશિયામાં થાઈલેન્ડ સૌથી ઝડપી વિકસિત થઈ રહ્યો છે. થાઈલેન્ડ હાલમાં લોકોને શિફ્ટ થવા માટે આકર્ષિત કરી રહ્યો છે. પોતાનું કલ્ચર અને દેશનો વિકાસ થાય તે ઈચ્છી રહ્યું છે. જેના માટે તેને મોટી સંખ્યામાં લોકોની
જરૂરીયાત ઉભી થઇ છે. જેને લઈને અમેરિકા અને કેનેડા જેવા દેશોમાંથી લોકોને સ્થાયી વસવાટ કરવા માટે આમંત્રણ છે. આપ પણ થાઈલેન્ડમાં રહેવાનું વિચારી શકો છો કારણકે ત્યાં મોંઘવારી નું પ્રમાણ અન્ય દેશો કરતાં ઓછું છે.
સાઉથ કોરિયા
સાઉથ કોરિયા પણ એશિયામાં વસે લો ખૂબ જ સુંદર દેશ છે. દક્ષિણ કોરિયામાં હાલમાં ખૂબ જ ઝડપી ડેવલોપમેન્ટ થઈ રહ્યું છે. જો આપનું અંગ્રેજી પર સારુ પ્રભુત્વ છે તો સાઉથ કોરિયામાં આપને આસાનીથી નોકરી મળી જશે. આ ઉપરાંત
ત્યાં સુવિધાઓના નામે જરાપણ કચાસ રાખવામાં નથી આવતી. અહીંયા રહેવા સાથે બાળકોના ભણતર માટે પણ સારી સુવિધાઓ છે. જો આપ અહી જવા ઇચ્છતા હો તો વર્કિંગ વીજાપર આપ જઈ શકો છો.
વિયતનામ
ચીન પાસે આવેલો સુંદર વિયતનામ દેશ માં પણ ધીમે ધીમે વિકાસ થઈ રહ્યો છે. છેલ્લા કેટલાક વર્ષોમાં વિયેતનામની આર્થિક સ્થિતિ ખૂબ જ મજબૂત થઈ ગઈ છે. હજુ પણ વિયતનામ પોતાની આર્થિક સ્થિતિ મજબૂત કરવા માટે લોકો ને
આવવા માટે આમંત્રણ આપી રહ્યો છે. અહીંયા પણ રહેવા ભણતર અને અન્ય સુવિધાઓ ખુબ જ આસાનીથી ઉપલબ્ધ થઈ જાય છે આ ઉપરાંત તમને આ દેશની સુંદરતા પણ જોવા મળશે.
ન્યુ હેવન સીટી
ન્યુ હેવન સીટી એવો દેશ છે જ્યાં આપ રહેવા માટે જાઓ છો તો ત્યાંની સરકાર આપને ઘર ખરીદવા માટે ૧૦,૦૦૦ ડોલર સુધીની મદદ કરે છે. આપના ત્યાં સ્થાયી વસવાટ કર્યા બાદ આપના બાળકો નું નો ખર્ચ સરકાર ઉઠાવે છે.
અલાસ્કા
અમેરિકામાં આવેલો અલાસ્કા પણ આપના માટે એક સારો ઓપ્શન છે. છેલ્લા કેટલાક વર્ષોમાં અલાસ્કામાં રહેવા માટે આવનારા લોકોની સંખ્યા માં સતત વૃદ્ધિ થઈ રહી છે. અમેરિકાની સરકાર પણ આજ ઈચ્છી રહી છે કે અલાસ્કા નો વિકાસ થાય લોકો ત્યાં રહે. જો પ્રદૂષણમુક્ત શહેરની અપેક્ષા રાખો છો તો અલાસ્કા આપના માટે સુંદર રહેવાનું સ્થળ છે. અમેરિકા સરકાર અલાસ્કામાં રહેવા માટે બે હજાર ડોલર આપે છે.
અમેરિકાનો વર્મોન્ટ
જો આપ અમેરિકામાં જ સ્થાયી થવા માગતા હો તો વર્મોન્ટ દેશ ખૂબ જ સારી પસંદગી છે. ત્યાં અત્યારે કામ કરવા માટે લોકોની ખૂબ જરૂરિયાત ઊભી થઇ છે. અમેરિકાની સરકાર પણ ઈચ્છી રહી છે કે વર્મોન્ટ દેશમાં લોકો રહેવા માટે આવે અને ત્યાં વિકાસના કામો ખૂબ જ ઝડપી થાય.