spot_img

શું તમે પણ પ્લાસ્ટિકની બોટલમાં પીવો છો પાણી? તો હાલમાં જ કરો બંધ

Plastic Bottle Numbers Guide: ઘણી વખત રોજીંદા જીવનમાં આપણે એવી ભૂલો કરતાં હોઇએ છીએ જે આપણાં રૂટિનમાં વણાઇ ગઇ હોય છે તે આપણને ભૂલ નથી લાગતી. કારણ કે તે આપણી દિનચર્યા બની ગઇ હોય છે. જેમ કે તરસ લાગે ત્યારે બોટલનું ઢાંકણું ખોલીને પાણી પીવું. આ સાવ સામાન્ય વાત છે. પણ શું તમે જાણો છો કે આ પાણીની બોટલ તમારા માટે કેટલી નુક્શાનકારક છે. જી હાં. પ્લાસ્ટિકની બોટલમાં જો તમે પણ પાણી પીવો છો તો તમારે આ ટેવ હાલમાં જ બંધ કરવાની છે અને આ વિશેનો અમારો આ સ્પેશલ રિપોર્ટ એક વખત વાંચીને સમજવો જરૂરી છે.

આપણે ચારેય બાજુએથી પ્લાસ્ટિકથી ઘેરાયેલા છીએ. ભલે વાત પાણી પીવાની કે સ્ટોર કરવાની કે પછી સુપર માર્કેટમાંથી કોઈ પણ પ્રોડક્ટ ખરીદવાની. લગભગ દરેક ચીજ પ્લાસ્ટિકના કન્ટેનરમાં પૈક કરવામાં આવે છે.

તમને આશ્ચર્ય થઇ શકે છે પણ તમે જે પ્લાસ્ટિકની બોટલથી પાણી પી રહ્યા છો તે પણ ઝેરી છે. જી હાં, અને એ જાણવા માટે તમારે વધારે કંઈ કરવાની જરૂર નથી પણ ફક્ત તમારી પ્લાસ્ટિક કે પછી PET બોટલની નીચે આપેલા નંબર્સ અને માર્કર્સને સમજવાના છે. જણાવી દઈએ કે દરેક પ્લાસ્ટિકની બોટલ નીચે એક અલગ નંબર લખેલો હોય છે અને અલગ માર્કર હોય છે જે જણાવે છે કે આ બોટલ ઉપયોગ કરવા માટે સુરક્ષિત છે કે નહીં.

આ બોટલોથી પાણી પીવું સુરક્ષિત
જ્યારે પણ તમે તમારા માટે પાણીની બોટલ ખરીદવા જાઓ તેની નીચે લખેલો નંબર અને માર્કર્સ પર નજર નાખો. જો બોટલની નીચેના ભાગ પર 2, 4 કે 5 નંબર લખેલો દેખાય તો તેને ખરીદી લો. આ બોટલ પાણી રાખવા માટે સંપૂર્ણ રીતે સુરક્ષિત હોય છે. ફક્ત આ અંકો પર જ નહીં પણ, નીચેની તરફ લખેલા શબ્દોને જોઈને પણ તમે તમારા માટે એક પ્લાસ્ટિક બોટલ ખરીદી શકો છો.

જો કોઈ પણ પ્લાસ્ટિક બોટલની નીચે તમને HDPE (High Density Polyethylene), LDPE (Low Density Polyethylene) અને PP (Polypropylene) લખેલું દેખાય તો તેને ખરીદી લો. આ પ્રકારની બોટલ પાણી પીવા માટે સંપૂર્ણ રીતે સુરક્ષિત હોય છે.

આ બોટલોથી પાણી પીતા સમયે રાખો ધ્યાન
જો કોઈ પણ બોટલની નીચે 1 કે પછી 7 નંબર લખેલું દેખાય તો તમે તેનો ઉપયોગ તો કરી શકો છો. પણ, ધ્યાન રાખો કે આ બોટલોનો ઉપયોગ ઘણું સમજી-વિચારીને કરી શકો. આ બોટલ સંપૂર્ણ રીતે પાણી પીવા માટે સુરક્ષિત નથી હોતી. આ પ્રકારની પ્લાસ્ટિકનો ઉપયોગ બેવરેજ બોટલો, ખાવાનું રાખવાના જાર્સ, ક્લૉથ ફાયબર અને માઉથવોશ બોટલ્સ માટે કરવામાં આવે છે.

ભૂલથી પણ આ બોટલોનો ન કરતા ઉપયોગ
જ્યારે પણ તમે કોઈ પ્લાસ્ટિકની બોટલ ખરીદવા જાઓ અને તેની નીચેની તરફ તમને 3 કે પછી 6 નંબર લખેલું દેખાય તો તેને ભૂલથી પણ ન ખરીદો. આ પ્રકારની બોટલો સૌથી હાનિકારક હોય છે. આ પ્રકારની પ્લાસ્ટિકનો ઉપયોગ મુખ્ય રીતે પાઈપ્સ, ક્લીનર બોટલ, કુકિંગ ઑઈલ બોટલ અને શાવર કર્ટેસ બનાવવા માટે કરવામાં આવે છે. જ્યારે જો માર્કર્સની વાત કરીએ તો જો કોઈ પણ પ્લાસ્ટિક બોટલની નીચે PVC (Polyvinyl Chloride) અને PS (Polystyrene) લખેલું દેખાય તો ભૂલથી પણ તેને ન ખરીદો.

પ્લાસ્ટિકની જગ્યાએ કરો આનો ઉપયોગ
પ્લાસ્ટિક બોટલોનો ઉપયોગ કરવા કરતા તમે તમારા માટે સ્ટીલ કે પછી કૉપરની બોટલનો ઉપોયોગ કરો. આ પ્રકારની બોટલ તમારા સ્વાસ્થ્યને નુકસાન પણ નથી પહોંચાડતી અને કૉપરની બોટલમાંથી પાણી પીવાથી સ્વાસ્થ્યને ઘણા ફાયદા પણ થાય છે.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

528FansLike
476FollowersFollow
360FollowersFollow

Latest Articles