spot_img

આ પ્લમ્બર રાતોરાત બની ગયો કરોડપતિ, ડ્રીમ-11માં જીત્યા આટલા કરોડ

બિહારના કટિહાર જિલ્લાના મનિહારીના હંસવર ગામના બબલૂ મંડલે ડ્રીમ-11માંથી એક કરોડ રૂપિયાનું ઇનામ લાગ્યું હતું. એક કરોડનું ઇનામ મળવાથી બબલૂ મંડલના ઘરમાં ઉત્સવનો માહોલ છે. લોકો તેના ઘરે પહોંચીને અભિનંદન આપી રહ્યા છે.

રાતોરાત કરોડપતિ બનનારા બબલૂએ કહ્યું કે તેના પતિના ભાઇએ તેના ફોનમાં ડ્રીમ-11 એપ ડાઉનલોડ કરી હતી અને બાદમાં તેમાં રમવાનું શીખવ્યું હતું. શરૂઆતમાં તેણે 49 રૂપિયા લગાવ્યા હતા જેમાંથી તેને 200 રૂપિયા મળ્યા હતા. ધીરે ધીરે તે હારી પણ ગયા. બાદમાં આઇપીએલમાં દિલ્હી અને ચેન્નઇ વચ્ચેની મેચમાં પ્લેયરની પસંદગી કરીને 59 રૂપિયા લગાવ્યા હતા. સવારે તેઓને મેસેજ મળ્યો કે તેઓ પ્રથમ નંબર પર છે અને તેને એક કરોડ રૂપિયાનું ઇનામ મળ્યું છે. હવે એક કરોડ રૂપિયામાં જીએસટી કાપીને તેના બેન્ક એકાઉન્ટમાં 70 લાખ રૂપિયા મોકલી આપવામાં આવ્યા છે.

બબલૂના મતે તે આ રૂપિયામાં પાકુ મકાન બનાવશે. જે રૂપિયા વધશે તેમાંથી બાળકને સારુ શિક્ષણ અપાવીશ.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

528FansLike
476FollowersFollow
360FollowersFollow

Latest Articles