spot_img

આગામી 18 મહિનામાં 10 લાખ નોકરી આપશે કેન્દ્ર સરકાર, વડાપ્રધાન મોદીએ આપ્યા નિર્દેશ

મોદી સરકાર આગામી સમયમાં મિશન મોડમાં નોકરીઓ આપવા પર ધ્યાન કેન્દ્રિત કરશે. પીએમ નરેન્દ્ર મોદીએ પોતે નિર્દેશ આપ્યો છે કે આવતા દોઢ વર્ષમાં લગભગ 10 લાખ ભરતી કરવામાં આવે. આ લોકોને સરકારના વિવિધ વિભાગો અને મંત્રાલયોમાં કામ મળશે.

વડાપ્રધાનના સત્તાવાર હેન્ડલ પરથી ટ્વીટ કરીને આ જાણકારી આપવામાં આવી છે. જેમાં લખવામાં આવ્યું હતું કે, ‘PM નરેન્દ્ર મોદીએ તમામ વિભાગો અને મંત્રાલયોમાં માનવ સંસાધનની સ્થિતિની સમીક્ષા કરી હતી. આ પછી પીએમ મોદીએ નિર્દેશ આપ્યો છે કે સરકાર આગામી 1.5 વર્ષમાં મિશન મોડમાં 10 લાખ લોકોની ભરતી કરે.

રોજગાર મુદ્દે વિપક્ષ મોદી સરકારને સતત ઘેરી રહ્યો છે. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી અને અન્ય નેતાઓ રોજગાર પર પીએમ મોદી અને બીજેપીના શબ્દો વારંવાર યાદ કરાવે છે. ખાસ કરીને દર વર્ષે બે કરોડ નોકરીઓના વચન પર તમામ વિપક્ષી પાર્ટીઓ અને નેતાઓ મોદી સરકારને ઘેરી રહ્યા છે.

ચૂંટણીમાં પણ આ મુદ્દો રહ્યો છે. બિહાર વિધાનસભા ચૂંટણીમાં આરજેડી નેતા તેજસ્વીએ સરકારી નોકરીઓના વચન પર એનડીએ વિરુદ્ધ પ્રચાર કર્યો હતો, અને નોકરીઓ આપવાના વચન સાથે સારા પરિણામો મળ્યા હતા. હવે જ્યારે પીએમ મોદીએ નવો વાયદો કર્યો છે તો તેના પર પણ સવાલો ઉઠી રહ્યા છે.

પીએમઓ દ્વારા ટ્વીટ કર્યા બાદ પણ કોંગ્રેસે તેના પર સવાલ ઉઠાવ્યા છે. રણદીપ સુરજેવાલાએ કહ્યું, ‘ 900 ઉંદરો ખાધા પછી બિલાડી હજ પર ગઈ. છેલ્લા 50 વર્ષમાં બેરોજગારીનો દર સૌથી વધુ વધ્યો છે. રૂપિયો 75 વર્ષમાં સૌથી નીચા ભાવે છે. પીએમ ક્યાં સુધી ટ્વિટર રમીને આ બાબતોથી પોતાનું ધ્યાન હટાવશે?

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

528FansLike
476FollowersFollow
360FollowersFollow

Latest Articles