spot_img

PM મોદીને મળી 12 કરોડની મર્સિડીઝ-મેબૈક S650, જાણો શું છે ખાસિયત

વડાપ્રધાન નરેન્દ્ર મોદી પાસે હવે મર્સિડીઝ-મેબૈક એસ 650 બુલેટપ્રુફ કાર તેમના કાફલાનો ભઆગ બની ગઇ છે, જેને રેન્જ રોવર વોગ અને ટોયોટા લેન્ડ ક્રૂઝરથી અપગ્રેડ કરવામાં આવી છે. પીએણ મોદીને તાજેતરમાં નવી મેબૈક 650માં પ્રથમ વખત હૈદરાબાદ હાઉસમાં જોવામાં આવી હતી, જ્યારે તે ભારતની યાત્રા પર આવેલા રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે મુલાકાત કરવા ગયા હતા. આ ગાડીને ફરીથી વડાપ્રધાનના કાફલામાં જોવામાં આવી હતી.

Mercedes-Maybach S650 Guard VR10 લેવલ પ્રોટેક્શન સાથે લેટેસ્ટ ફેસલિફ્ટેડ મૉડલ છે- જે કોઇ પ્રોડક્શન કારમાં આપવામાં આવેલુ અત્યાર સુધીનું સૌથી વધુ પ્રોટેક્શન છે. રિપોર્ટ્સ અનુસાર, મર્સિડીઝ-મેબૈકે ગત વર્ષે ભારતમાં S600 ગાર્ડને 10.5 કરોડ રૂપિયામાં લોન્ચ કરી હતી અને S650ની કિંમત 12 કરોડ રૂપિયાથી વધુ હોવાનું અનુમાન છે.

મહત્વપૂર્ણ છે કે દેશના રાષ્ટ્રીય અધ્યક્ષની સુરક્ષા માટે જવાબદાર વિશેષ સુરક્ષા સમૂહ (SPG), એક નવી કાર માટે અનુરોધ પ્રસ્તૃત કરે છે. એસપીજી સુરક્ષા જરૂરીયાતોની ઓળખ કરે છે અને આ નિર્ધારિત કરે છે કે જે વ્યક્તિની તે સુરક્ષા કરી રહ્યા છે તેને એક નવા વાહનની જરૂર છે કે નથી.

જાણો કારની ખાસિયત

Mercedes-Maybach S650 Guard 6.0-લીટર ટ્વિન-ટર્બો V12 એન્જિન દ્વારા સંચાલિત છે જે 516bhp અને 900Nmનો પીક ટૉર્ક પેદા કરે છે. જેની વધુમાં વધુ સીમા 160 કિમી પ્રતિ કલાક સુધીની છે.

બે મીટરના અંતરથી પણ વિસ્ફોટની નહી થાય અસર

S650 ગાર્ડ બૉડી અને બારીની કઠોર સ્ટીલ કોર બુલેટનો સામનો કરી શકે છે. તેને 2010ના બુલેટપ્રૂફ વાહન (ERV) રેટિંગ મળી છે અને તેમાં સવાર માત્ર 2 મીટરના અંતરથી 15 કિગ્રા ટીએનટી વિસ્ફોટથી પણ સુરક્ષિત છે. બારીના ઇન્ટીરિયરના પોલી કાર્બોનેટ સાથે લેપિત કરવામાં આવ્યો છે અને વાહનના નીચલા ભાગને સીધા વિસ્ફોટથી બચાવવા માટે બુલેટપ્રૂફ છે. ગેસ હુમલાની સ્થિતિમાં કેબિનને અલગ હવા પણ મળે છે.

બોઇંગ AH-64 અપાચે ટેન્કની સામગ્રીનો થયો છે ઉપયોગ

Mercedes-Maybach S650 Guardના ફ્યૂલ ટેન્કને એક વિશેષ સામગ્રી સાથે લેપિત કરવામાં આવી છે જે એક હિટ બાદ કાણાને સ્વચાલિત રીતે સીલ કરી દે છે. આ તે સામગ્રીથી બનેલુ છે જેનો ઉપયોગ બોઇંગ પોતાના AH-64 અપાચે ટેન્ક એટેક હેલિકૉપ્ટર માટે કરે છે. આ વિશેષ રન-ફ્લૈટ ટાયરો પર પણ ચાલે છે જે ક્ષતિગ્રસ્ત થવાની સ્થિતિમાં કામ કરવાનું ચાલુ રાખે છે અથવા ટાયરોને સપાટ કરી નાખે છે જેથી તુરંત પલાયન થઇ શકે.

કારની સીટમાં લાગ્યા છે મસાજર

કારમાં સીટ મસાજર સાથે એક શાનદાર ઇન્ટીરિયર છે અને મુસાફરોને કારમાં અને પાછળ બેસવા અને લેગરૂમ વધારવાની પરવાનગી આપવા માટે પાછળની સીટને બદલી નાખ્યુ છે.

મહત્વપૂર્ણ છે કે ગુજરાતના મુખ્યમંત્રીના રૂપમાં પીએમ મોદીએ બુલેટપ્રૂફ મહિન્દ્રા સ્કૉર્પિયોમાં મુસાફરી કરી હતી. 2014માં વડાપ્રધાન પદના શપથ લીધા બાદ તેમણે બીએમડબલ્યૂ 7 સીરીઝ હાઇ-સિક્યુરિટી એડિશનનો ઉપયોગ કર્યો હતો.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

528FansLike
476FollowersFollow
360FollowersFollow

Latest Articles