spot_img

જો તમે સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લેવા જવાના છો તો આ સમાચાર વાંચી લો નહી તો થશે પસ્તાવો

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાત પ્રવાસે આવશે. તેઓ  28 ઓક્ટોબરથી 1 નવેમ્બર દરમિયાન કેવડિયા કોલોનીમાં વિવિધ કાર્યક્રમોમાં ભાગ લેશે. વડાપ્રધાન મોદીના આગમનને પગલે સ્ટેચ્યૂ ઓફ યુનિટી સહિતના પ્રવાસન સ્થળો પ્રવાસીઓ માટે 5 દિવસ માટે બંધ રહેશે. આ અંગે સ્ટેચ્યૂ ઓફ યુનિટી તંત્રએ વેબસાઇટ પર નોટિસ મૂકીને સત્તાવાર જાહેરાત કરી છે. નોંધનીય છે કે, સરદાર વલ્લભભાઇ પટેલની જન્મ જયંતી નિમિત્તે 31 ઓક્ટોબરે નર્મદા જિલ્લાના કેવડિયા ખાતે ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ થીમ પર રાષ્ટ્રીય એકતા દિવસની રાષ્ટ્રીય કક્ષાની ઉજવણી થવાની છે.

વડાપ્રધાન મોદી 30 ઓક્ટોબરે કેવડિયા આવશે અને 30 ઓક્ટોબરની સાંજે નર્મદા આરતી કરીને ઘાટનું લોકાર્પણ કરશે. જે બાદ પીએમ મોદી કેવડિયામાં રાત્રી રોકાણ કરશે. 31 ઓક્ટોબરે રાષ્ટ્રીય એકતા પરેડને સલામી અપાશે. દર વર્ષે PM મોદીના કેવડિયાના પ્રવાસ સમયે કેવડિયામાં સ્ટેચ્યૂ ઓફ યુનિટી સહિતના તમામ પ્રવાસન સ્થળો પ્રોટોકોલ પ્રમાણે બંધ કરી દેવામાં આવે છે.

નર્મદા નદી કિનારે ગોરા ખાતે બની રહેલા ઘાટ પણ નર્મદા કિનારે ગંગા ઘાટ જેવી દરરોજ સાંજે થશે.માં નર્મદાની આરતી થશે. ગોરા પુલ પાસે બની રહેલા ઘાટની લાંબાઇ 131 મીટર અને ઊડાઈ 46 મીટરની રહેશે.

 

 

 

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

528FansLike
476FollowersFollow
360FollowersFollow

Latest Articles